Ahmedabad : કેનેડાના વિઝા માટેના ખોટા બાયોમેટ્રિક લેટર કૌભાંડમાં મુખ્ય આરોપીની પૂછપરછ શરૂ
VSF કંપની કર્મચારીની મિલીભગત કારણે સિસ્ટમ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..કારણકે એક મહિનામાં જ 28 જેટલા લોકોના બાયોમેટ્રિક થઈ ગયા બાદ સમગ્ર હકીકત સામે આવી છે..ત્યારે કેનેડા હાઈકમિશન તરફથી કોઈ બાયોમેટ્રિક ઇન્સ્ટ્રક્શન લેટર ઇશ્યુ થયેલ નથી.
Ahmedabad: કેનેડા વિઝા(Canada)માટેના ખોટા બાયોમેટ્રિક લેટર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કુલ 28 યુવક યુવતીઓના બનાવટી બાયોમેટ્રિક લેટર(Biometric) ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જે ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે VSF ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બે કર્મચારી સહિત ત્રણની ધરપકડ કરી છે.જોકે VSF કંપની એ પોતાની ભૂલ સ્વીકારી સિસ્ટમનો દોષ કાઢ્યો હતો.
બોગસ બાયોમેટ્રિક કરાવ્યું હોવાનું કબૂલાત કરી
જેની તપાસ કર્યા બાદ VSF કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પકડાયેલ એજન્ટ મેહુલની પૂછપરછ કરતા કહેવું છે કે કોરોના સમયથી વિઝાની પ્રોસેસમાં ફાઇલ મૂકી હતી જે ફાઇલ મુકનાર ઇનકાવ્યરી ખૂબ કરતા હોવાથી બોગસ બાયોમેટ્રિક કરાવ્યું હોવાનું કબૂલાત કરી રહ્યા છે.
બોગસ બાયોમેટ્રિક થયા છે જેને લઈ કાયદેસર કાર્યવાહી કરી
જો કે, ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં મુખ્ય આરોપી અને એજન્ટ તરીકે નવ્યા કોર્પોરેશન ના સંચાલક અને હરીશ પટેલ ની સંડોવણી સામે આવી છે..જેથી ક્રાઈમ બ્રાન્ચે તેમની પણ પૂછપરછ શરૂ કરી. ત્યારે બીજી બાજુ આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલ છે જેને લઈ તપાસ શરૂ કરી છે..પરતું VSF કંપની દ્વારા સ્પષ્ટતા કરી છે કે અમારા કર્મચારી કારણકે બોગસ બાયોમેટ્રિક થયા છે જેને લઈ કાયદેસર કાર્યવાહી કરી છે.
જેમાં કેનેડા જવા માટે બનાવેલી ઓનલાઇન પ્રોફાઈલ બાદ તમામનુ બાયોમેટ્રિક કરવામા આવતુ હોય છે..પરંતુ એજન્ટ અને VSF કંપનીના કર્મચારીઓ ભેગા મળીને બાયોમેટ્રિક માટે કોઈપણ તકલીફ હોય તો તેને બાયપાસ કરી ખોટી રીતે બાયોમેટ્રિક લેટર બનાવી આપતા હતા.જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી VSF કંપનીના કર્મચારી મેલ્વિન ક્રિષ્ટિ, સોહેલ દિવાન અને એજન્ટ મેહુલ ભરવાડની ધરપકડ કરી છે.
ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે
મહત્વનું છે કે મેલ્વિન અને સોહેલ બંને વીએસએફ ગ્લોબલ કંપનીમાં જુના કર્મચારી છે..જ્યારે મેહુલ પૂર્વ કર્મચારી અને અત્યારે એજન્ટ તરીકે લોકોને વિઝા અપાવવાનું કામ કરે છે..ત્રણેય લોકોએ ભેગા મળી 28 યુવક યુવતીઓના ખોટી રીતે બાયોમેટ્રિક લેટર આપ્યા હતા.. જે અંગેની ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે.
એક વ્યક્તિ દીઠ 7 હજાર રૃપિયા આપતો હતો
પકડાયેલ આરોપી મેલ્વિન ક્રિસ્ટી અને સોહેલ દિવાનની પૂછપરછ કરતા સામે આવ્યું કે બોગસ બાયોમેટ્રિક બનાવવા માટે આરોપી મેહુલ ભરવાડ તેમને એક વ્યક્તિ દીઠ 7 હજાર રૃપિયા આપતો હતો.જેમાં બાયોમેટ્રિક કરવા ગયેલ યુવક-યુવતીઓને VSF ઓફિસમાં જનરલ એન્ટ્રી કર્યા વગર જ ઓફિસની પાછળથી અંદર લઈ જવામાં આવતા હતા..જે બાદ VSF ઓફિસના સર્વરમાં કોઈ વ્યક્તિઓની કોઈપણ જાતની એન્ટ્રી કર્યા વગર બાયોમેટ્રિક આપી દેતા હતા.
કર્મચારીની મિલીભગત કારણે સિસ્ટમ સામે અનેક સવાલો
જો કે VSF કંપની કર્મચારીની મિલીભગત કારણે સિસ્ટમ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..કારણકે એક મહિનામાં જ 28 જેટલા લોકોના બાયોમેટ્રિક થઈ ગયા બાદ સમગ્ર હકીકત સામે આવી છે..ત્યારે કેનેડા હાઈકમિશન તરફથી કોઈ બાયોમેટ્રિક ઇન્સ્ટ્રક્શન લેટર ઇશ્યુ થયેલ નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો