Breaking News: ગુજરાતમાં 109 IAS અધિકારીઓની સામૂહિક બદલી, CMO કાર્યાલયમાં મોટો ફેરફાર, જુઓ સમગ્ર યાદી

રાજ્યમાં આજે 109 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે આ બદલીની યાદી પ્રમાણે આ યાદી પ્રમાણે મુકેશ પુરી ACS હોમ બન્યા છે. તો એક. કે રાકેશને કૃષિના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તો કમલ દાયાનીને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

Breaking News: ગુજરાતમાં 109 IAS અધિકારીઓની સામૂહિક બદલી, CMO કાર્યાલયમાં મોટો ફેરફાર, જુઓ સમગ્ર યાદી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 31, 2023 | 7:14 PM

રાજ્યમાં આજે 109 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે આ બદલીની યાદી પ્રમાણે આ યાદી પ્રમાણે મુકેશ પુરી ACS હોમ બન્યા છે. તો એક. કે. રાકેશને કૃષિના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તો કમલ દાયાનીને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

CMO  કાર્યાલયમાં  મોટો ફેરફાર

આ  બદલીઓમાં મોટો ફેરફાર સામે આવ્યો છે.  જેમાં CMO  કાર્યાલયમાં  મોટો ફેરફાર  જોવા મળ્યો છે. બદલીઓમાં CM ના OSD નૌમેશ દવેને બદલી કરીને સાબરકાંઠાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

અંબાજી વિવાદની અસરથી હટાવાયા આનંદ પટેલને

આ બદલીઓમાં ઘણી અસર જોવા મળી છે. અંબાજી વિવાદની અસરને પગલે  બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટલેને  હટાવીને નવા કલેક્ટર તરીકે વરૂણ બરનવાલને નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

નવી  સરકારની નિમણૂંક બાદ પ્રથમ વાર મોટા પાયે IAS ની બદલીઓ

નોંધનીય છે કે નવી સરકારની રચના થયા બાદ આ સૌ પ્રથમ વાર થયેલી મોટી બદલીઓ છે. ગત વર્ષે ચૂંટણીના કારણે સરકાર બદલીનું જોખમ લીધું નહોતું પરંતુ આ વર્ષે મોટા પાયે બદલી કરવામાં આવી છે. તેમજ બદલીઓમાં 3 વર્ષ કરતા વધારે સમયથી એક જ વિભાગમાં હોય તેવા અધિકારીઓની  મોટા પાયે બદલીઓ  કરવામાં આવી છે.

વર્ષ  2024ની  ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓને  સોંપાઈ  જવાબદારી

આ બદલીઓમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવી છે તેમજ  એ પ્રમાણે વિવિધ અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે.   તેમજ બદલીમાં 15થી વધુ  મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને  ધ્યાનમાં  રાખવામાં આવ્યા છે. તેમજ જ્યાં ફરિયાદ હતી તે જિલ્લામાં ચહેરા બદલવામાં આવ્યા છે તો સાથે સાથે જે અધિકારીઓનું  સારું પ્રદર્શન હતું તેમને નવા ખાતા  પણ ફાળવવામાં આવ્યા છે.

IAS બદલીની વિગતો આ પ્રમાણે છે.

અમદાવાદના કલેક્ટર ધવલ પટેલને બદલીને ડી. કે. પ્રવિણાને  અમદાવાદ કલેકટર બનાવવામાં આવ્યા છે કુલદીપ અર્યાનું દિલ્હી ડેપ્યુટશન અટક્યું અને તેમને   એડિશનલ ઇન્ડસ્ટ્રી કમિશનર બનાવવામાં આવ્યા છે . અમિત અરોરાને કચ્છ કલેકટર તરીકે બદલી આપવામાં આવી છે.

મુકેશ કુમાર ને ઉચ્ચ શિક્ષણ પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર વન અને પર્યાવરણ વિભાગ પ્રિન્સિપલ સેક્રેટરી મિલિંદ તોરવને GSPC ના MD બનાવાયા રૂપવંત સિંહ ને GMDC ના MD બનાવાયા રાહુલ ગુપ્તા ને GIDC ના વાઇસ ચેરમેન અને MD બનાવાયા

બંછાનિધિ પાની ની ટેક્નિકલ એજ્યુકેશન માં બદલી હર્ષદ પટેલ કમિશનર યુવા અને સાંસ્કૃતિક વિભાગ માં બદલી અલોક કુમાર પાંડે ની ટુરિઝમ માંથી  બદલી કરવામાં આવી છે.  તેમને રેવન્યૂ વિભાગ ફાળવવામાં આવ્યો છે. રેવન્યુ વિભાગ માં કરાઈ બદલી

અહીં જુઓ બદલીની સમગ્ર યાદી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">