Botad : પાણીની પારાયણ, હામાપર ગામની સ્થિતિ એ હદે ખરાબ કે લોકો પશુના અવેડામાંથી પાણી પીવા મજબૂર

|

May 05, 2022 | 1:41 PM

રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું (Water) પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડે છે, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ અનેક ગામડાઓના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.

Botad : પાણીની પારાયણ, હામાપર ગામની સ્થિતિ એ હદે ખરાબ કે લોકો પશુના અવેડામાંથી પાણી પીવા મજબૂર
File Photo

Follow us on

ઉનાળાની (Summer) શરૂઆત થયાના થોડા દિવસો બાદ પાણીનો (Water Crisis) પોકાર શરૂ થયો છે.બોટાદ જિલ્લાના હામાપર ગામના લોકો ભર ઉનાળે પીવાનું પૂરતું પાણી નહિ મળતા પરેશાન થયા છે. હાલ સ્થિતિ એટલી વણસી છે કે પશુ (Animal) માટે આવતું અવેડાનું પાણી ગામ લોકો પીવામાં ઉપયોગ કરી રહ્યા છે. મુખ્ય લાઈનમાં લીકેજ હોવા ના કારણે પાણી નહિ મળતા અવાર નવાર ગામના આગેવાનો રજુઆત કરી ચુક્યા છે,પરંતુ આ અંગે અત્યાર સુધીમાં અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકાર કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાણીની અનેક યોજના વચ્ચે વરવી વાસ્તવિકતા

રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડે છે પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ અનેક ગામડાઓના લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. હાલ ઉનાળાના આકરા તાપમાં પાણી ભરવા માટે નાના બાળકો,મહિલાઓ અને વુર્ધો ને બહાર જવું પડે તો કેવી હાલત થાય આવી જ પરિસ્થિતિ કંઈક બોટાદ જિલ્લાના હામાપર ગામની(Hamapar Village)  છે.

છેલ્લા બે મહિનાથી પાણીને લઈને પોકાર

તમને જણાવી દઈએ કે, બોટાદ જિલ્લામાં(Botad District)  આશરે 5000 ની વસ્તી ધરાવતા આ ગામ માં છેલ્લા બે મહિનાથી પાણી ને લઈ ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે.હામાપર ગામમાં પાઇપ લાઈન મારફત પાણી આપવામાં આવે છે. તે પાણી ની લાઈન માં ખેતરોમાં તેમજ અન્ય જગ્યાઓ ઉપર અનેક જગ્યા પર લીકેજ છે જેના કારણે પૂરતા પ્રમાણ માં પાણી મળતું નથી અને પાણીના ખાબોચિયા ખેતરોમાં ભરાય જાય છે ગામની અંદર આખા દિવસ માં એક વાર પશુ માટે ના અવેડા ની લાઈન માં પાણી આપવામાં આવે છે તે પાણી હાલ તો ગામ લોકો પીવામાં ઉપયોગ કરવા મજબુર બની રહ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ગામ લોકો પાસેથી મળેલ માહિતી મુજબ અવાર નવાર મહિલાઓના પાણી ના કારણે ઝઘડા પણ થાય છે . ત્યારે સરકાર દ્રારા ‘નલ સે જલ’ જેવી યોજનાને પગલે આ ગામમાં પાણીની લાઈન હોવા છતાં પાણી મળતું નથી. ત્યારે ગામની મહિલા સહિત હાલમાં તો નાના નાના બાળકો પણ આકરા તાપમાં દૂર -દૂર પાણી ભરવા મજબૂર બન્યા છે. ત્યારે ગામના સરપંચ સહિત ગામના આગેવાનો દ્રારા વારંવાર અધિકારી ને રજુઆત કરવા છતાં છેલ્લા બે મહિનાથી પાણી ની આ મુશ્કેલી નું નિવારણ નહિ થતા ગામ લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

Published On - 11:36 am, Thu, 5 May 22

Next Article