Botad : પ્રિ- મોન્સુન કામગીરીની પારાયણ, લોકોના રોષ સામે નગરપાલિકા અધિકારીઓનો લુલો બચાવ

|

May 30, 2022 | 1:28 PM

નગરપાલિકા દ્વારા શહેરના એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી (Rain Water) ભરાય છે તેની જાણ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી,જેને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Botad : પ્રિ- મોન્સુન કામગીરીની પારાયણ, લોકોના રોષ સામે નગરપાલિકા અધિકારીઓનો લુલો બચાવ
Botad Nagarpalika (File Photo)

Follow us on

બોટાદ નગરપાલિકા (Botad Municipality)શહેરી વિસ્તારના વિકાસ કરતા વિવાદમાં વધુ જોવા મળે છે. વર્ષોથી સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય તેમ છતાં માત્ર વિકાસની વાતો થતી હોય તેવું જોવા મળે છે. શહેરના મધ્યમમાંથી નીકળતી ઉતાવળી નદી અને મધુ નદી હાલ ગંદકીથી ભરેલી હોય જેના કારણે ચોમાસા(Monsoon) દરમિયાન આવતા વરસાદના કારણે પાણીનો બ્રિજ નીચેથી નિકાલ નહિ થતા પાણી રોડ પર ફરી વળે છે. જેના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી સાથે વાહન પસાર કરવા પડે છે. તો નદીની આસપાસ ની દુકાનો માં પણ પાણી (Water) ઘુસી જવાની ભીતિ રહે છે. દરવર્ષે જ્યારે વરસાદ આવે ત્યારે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા નજરે પડે છે.

નગરપાલિકા દ્વારા શહેરના એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી (Rain Water) ભરાય છે તેની જાણ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. માત્ર આયોજન અને માહિતી એકત્રિત કરવાની વાતો થાય છે પણ પ્રિ- મોન્સુનની કામગીરી મોટાભાગે કાગળ પર જોવા મળે છે, ત્યારે શહેરીજનો માં પણ નગરપાલિકાની કામગીરીથી નારાજગી જોવા મળે છે.

અધિકારીઓએ કામગીરી પુરી કરવાનો આલાપ રટ્યો

તમને જણાવી દઈએ કે, બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર લગાવવામાં આવેલ ઇલેક્ટ્રિક પોલના(Electric Poll)  આ ખુલા ઇલેક્ટ્રિક બોક્ષ છેલ્લા 1 વર્ષથી વધુના સમયે આજ રીતે ખુલ્લા જોવા મળી રહ્યા છે. જો કે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીની ઘટના બની નથી,પરંતુ હવે ચોમાસાના આડે ગણતરીના દિવસો માટે બાકી છે ત્યારે ખુલ્લા ઇલેક્ટ્રિક બોક્ષમાં શોર્ટ સર્કિટ થાય અને કોઈ મોટી ઘટના બને તેની બોટાદ નગરપાલિકા રાહ જોઈ રહ્યું છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બોટાદ નગરપાલિકાના સુપ્રિડેન્ટ ઓફિસર અલકેશ જોશીને આ બાબતે પૂછતાં પ્રિ-મોનસુનની કામગીરીની વિગતો તૈયાર થઈ રહી છે અને ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે તેવું જણાવીને કામગીરીની ખાતરી આપીને લુલો જવાબ આપ્યો છે. ત્યારે લોકોની પણ આશા છે કે તાત્કાલિક ધોરણે બોટાદ નગરપાલિકા દ્રારા વરસાદ શરૂ થાય તે પહેલાં શહેરની મધ્યમમાં નીકળતી નદીઓની સફાઈ કરવામાં આવે અને મુખ્યમાર્ગ પર આવેલ ઇલેક્ટ્રિક પોલના બોક્ષને વ્યવસ્થિત કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના ન બને.

Next Article