AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉમદા કામગીરી: બોટાદમાં 181ની ટીમે 11 વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

23મે ના રોજ સવારે એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને ફોન કરીને બાળકી વિશે જણાવ્યુ હતુ, જે બાદ તેણે ગણતરીના કલાકોમાં બાળકીના માતા-પિતા સાથે મિલન કરાવ્યુ હતુ.

ઉમદા કામગીરી: બોટાદમાં 181ની ટીમે 11 વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 6:56 AM
Share

Botad News : બાળકીની મદદની જરુર હોય કોલ આવ્યના તુરંત જ ગણતરીના મિનીટોમાં બોટાદ 181 ટીમ (Abhyam Team)ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન , કોન્સ્ટેબલ શેખ અનિષા તેમજ  ચુડાસમા નિલેશભાઈએ ઘટના સ્થળે પહોંચી અજાણી બાળકીની મદદ કરી હતી. સાથે જ ફોનમાં ટીમે સ્થળ પરના લોકોને બાળકીને સુરક્ષીત જગ્યાએ રાખવા જણાવ્યુ હતુ.181 ટીમ બાળકી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્નો કર્યા હતો. પરંતુ બાળકીએ કોઈ પ્રકારની માહિતી આપેલ ન હતી. બાદમાં એસ.ટી. ડેપો ની આજુ બાજુ ના લોકો પણ બાળકીને ઓળખતા ન હોવાથી 181 ટીમ એસ.ટી. ડેપો થી બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં(Police Station)  બાળકીને લઇ આવેલ.

વાતચીતમાં બાળકીએ જણાવેલ તે ઘરેથી ચાલીને એસ. ટી. ડેપો (Botad ST Depo) એ પહોંચેલ હતી અને તેના માતા- પિતા હયાત હોવાનું જણાવેલ અને તેના પિતા કલર કામનું કામકાજ કરે છે માતા ઘરકામ કરે છે અને ગઢડા રોડ બાજુ તેનું ઘર હોવાની માહિતી આપી.

 181 ટીમે આ રીતે બાળકીનુ માતા-પિતા સાથે મિલન કરાવ્યુ

બાદમાં 181 ટીમ દ્વારા ગઢડા રોડ બાજુના વિસ્તારના લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ કોઈ ખાસ માહિતી મળી નહોતી કે જેનાથી બાળકીના માતા-પિતાને શોઘી શકાય. ત્યારબાદ બાળકીને શાંતિથી તેનું ઘર ક્યાં છે તે વિચારવાનું કહેલ વિચાર્યા બાદ પણ ફરીવાર ગઢડા રોડ જ જણાવેલ. તેથી 181 ટીમ બાળકીની સાથે ગઢડા રોડ બાજુના વિસ્તારમાં ઘર તપાસ શરૂ કરી. જેમાં બાળકી દ્વારા જણાવેલ રસ્તાના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા અંતે તેમના ઘર સુધી પહોંચવામાં 181 ટીમ સફળ નિવડી હતી.

એટલુ જ નહીં 181 ટીમે બાળકીના પરિવારના સભ્યો પાસે આધાર પુરાવા પણ માંગ્યા હતા, કે જેનાથી પુરવાર થઈ શકે કે આ બાળકી તેની જ છે.તમને જણાવી દઈએ કે, બાળકીનો પરિવાર મધ્યપ્રદેશ ના ભીંડ જિલ્લાના કુમારાઉ ગામના વતની છે. હાલ પાંચ વર્ષથી મજૂરી કામ માટે તેઓ બોટાદમાં વસવાટ કરે છે. બાળકીએ પણ પોતાના માતા-પિતા હોવાનું જાણવાતા અભયમ ટીમ સલાહ, સૂચન, માર્ગદર્શન આપી પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપી હતી

g clip-path="url(#clip0_868_265)">