બોટાદના રોજીદ ગામે ઝેરી દારૂકાંડમાં 10 લોકોનાં મોત, વિવિધ ગામના 2 સહિત 4 સગા ભાઇઓનાં પણ મોત

ભાવનગરના બોટાદમાં સંભવિત લઠ્ઠાકાંડથી ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટનામાં રેન્જ આઇજી પણ હોસ્પિટલમાં પહોંચ્યા છે.

બોટાદના રોજીદ ગામે ઝેરી દારૂકાંડમાં 10 લોકોનાં મોત,  વિવિધ ગામના 2 સહિત 4 સગા ભાઇઓનાં પણ મોત
Hooch tregedy In Botad rojid village
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jul 25, 2022 | 9:54 PM

બોટાદમાં સંભવિત લઠ્ઠાકાંડથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટનામાં રેન્જ આઇજી પણ હોસ્પિટલમાં પહોંચ્યા છે.  તો ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોતનો કેસમાં ATSના DIG દિપેન ભદ્રન અને SP સુનિલ જોશી રોજીદ ગામ પહોંચ્યા હતા. બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ ઘટનામાં દારૂ પીધા બાદ 10 વધુ લોકોની તબિયત બગડી હતી. આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોતનો કેસમાં ATSના DIG દિપેન ભદ્રન અને SP સુનિલ જોશી રોજીદ ગામ પહોંચ્યા હતા.

બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં 10 લોકોના મોત થયા છે.  આ ઘટનામાં દારૂ પીધા બાદ 10થી વધુ લોકોની તબિયત બગડી હતી. તે પૈકી એકનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ અસરગ્રસ્ત અન્ય લોકોને પણ બોટાદ તેમજ ભાવનગરની હોસ્પટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાત ATS પણ તપાસ માટે પહોંચી

ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોતનો કેસમાં ATSના DIG દિપેન ભદ્રન અને SP સુનિલ જોશી રોજીદ ગામ પહોંચ્યા હતા.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

બોટાદના વિવિધ ગામના લોકોનાં મોત

બોટાદની ઘટાનામાં ઝેરી દેશી દારૂ પીવાથી 10 લોકોના મોતની પુષ્ટિ  કરવામાં આવી છે.  જેમાં રોજિદ ગામના 2,  અણિયારી ગામના 3. આકરૂ ગામના 3 તેમજ ચંદરવા ગામના 2 લોકોનો સમાવેશ  થાય છે.

લઠ્ઠો પીવાને કારણે 10 લોકો મોતને ભેટ્યા

 રોજીદ ગામના મૃતક 1વશરામભાઇ પરમાર 2 ઘનશ્યામભાઇ વેરશી ભાઇ

અણીયારી ગામના મૃતક 3.બળદેવભાઇ મકવાણા 4હિંમતભાઇ વડદરિયા 5 રમેશ ભાઇ વડદરિયા(સગાભાઇ)

આકરુ ગામ 6 કિશન ભાઇ ચાવડા 7 .ભાવેશ ભાઇ ચાવડા(સગાભાઇ) 8 .પ્રવિણ ભાઇ કુંવારિયા

ચંદરવા ગામ 9 .અરવિંદ ભાઇ સીતાપરા

10.ઇર્શાદભાઇ કુરેશી

રેન્જ આઇજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે

બોટાદ જિલ્લાના  બરવાળાના રોજીદ ગામે   બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા  રેન્જ આઇજી સહિત એસપી સહિતનો પોલીસ કાફલો  ઘટના સ્થળે પહોંચ્યો હતો.  ઉપરાતં રેન્જ આઇજીએ  બોટાદ ખાતે  હોસ્પિટલની મુલાકાત લઇને  સમગ્ર વિગતો અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. દેશી દારૂની ઝેરી અસરની ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

ભાવનગરથી ડોક્ટરની ટીમ બોટાદ જવા રવાના

બોટાદ એસપીની સૂચના બાદ ભાવનગરની  સર ટી.  હોસ્પિટલમાંથી મેડીકલ  ટીમ આઇસીયુ  એમ્બ્યુલન્સ સાથે બોટાદ રવાના થઈ હતી.

કલેક્ટર અને પોલીસ કાફલો ગામની મુલાકાતે

સંભવિત લઠ્ઠાકાંડની  શક્યતાને પગલે   નાયબ કલેકટર, પ્રાત અધિકારી અને મામલતદાર રોજિદ ગામની મુલાકાતે પહોંચ્યા છે અને પોલીસ તેમજ અધિકારીઓ દ્વારા હાલમાં  ગામની મુલાકાત લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસે કર્યાં ભ્રષ્ટાચારના આરોપ

બરવાળાના રોજીદ ગામે લઠ્ઠાકાંડથી મોતની ઘટના પર કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતુંકે  ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એવા ગૃહ વિભાગના રાજમાં લાખો લીટર દારૂ ગુજરાતમાં ઠલવાય છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ  સરકાર પર ચાબખા મારતા કહ્યું હતું કે ગુજરાત સરકારનો ગૃહ વિભાગ મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ દારૂનો વેપલો કરે  છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">