હનુમાન જયંતીની ઉજવણી માટે સાળંગપુર જવા ઈચ્છતા ભક્તો માટે આ રૂટ ને જાણી લેશો તો મુશ્કેલી નહી પડે

હનુમાન જંયતિને લઈ તહેવાર દરમ્યાન સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાતના શહેરો ગ્રામ્ય તથા આજુ-બાજુના રાજયના આશરે 5  થી 7 લાખ જેટલા શ્રધ્ધાળુઓ સાળંગપુર ખાતે બાય રોડ આવતા હોય છે. જેને લઈ કેટલાય રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

હનુમાન જયંતીની ઉજવણી માટે સાળંગપુર જવા ઈચ્છતા ભક્તો માટે આ રૂટ ને જાણી લેશો તો મુશ્કેલી નહી પડે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 3:35 PM

આગામી 6 એપ્રિલ ના રોજ હનુમાન જયંતીને લઈ તહેવાર દરમિયાન સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાતના શહેરો ગ્રામ્ય તથા આજુ-બાજુના રાજયના આશરે 5  થી 7 લાખ જેટલા શ્રધ્ધાળુઓ સાળંગપુર ખાતે બાય રોડ આવતા હોય જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત અટકાવવા સાથે લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિક ડાયવર્ટ આપવામાં આવ્યો છે.

રૂટોમાં કરાયા ફેરફાર

વાહનોના ટ્રાફિક ઘસારાના કારણે બનતા વાહન અકસ્માત અટકાવવા અને સુચિત રીતે ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે 6 એપ્રિલ સવારે 7:00  કલાક થી સાંજે 6 :30 વાગ્યા સુધી જાહેર માર્ગ મોટા વાહન માટે બંધ કરવા આવશે. કોઈ પણ જાતના બનાવો નહિ બને તેને માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

બોટાદ પોલીસ મહાનિદેશ દ્વારા વાહનોનો ઘસારો વધુ નહિ થાય તેને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરી વિવિધ રૂટોમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, મંદિરના દર્શને આવતા લોકોને આ નિયમો પાળવાના રહેશે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

વિવિધ રૂટોમાં કરાયેલા ફેરફાર અંગે માહિતી 

  • અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા ભાવનગર-વલ્લભીપુર તરફથી આવતા વાહનો બોટાદ તરફ જવા માટે કેરીયાઢાળ-લાઠીદડ-જયોતીગ્રામ સર્કલ(બોટાદ) તરફ પસાર કરવાના રહેશે.
  • બોટાદ થી અમદાવાદ તરફ જવા વાહનો માટે બોટાદ-રાણપુર મિલેટ્રી રોડ થી રાણપુર-ધંધુકા થઇ પસાર થવાનું રહેશે.
  • બોટાદ થી બરવાળા તરફ જતાં વાહનો માટે સેંથળી-સમઢીયાળા-લાઠીદડ-કેરીયા ઢાળ (SH-117) થઇ પસાર થવાનું રહેશે,

આ પણ વાંચો : બ્રહ્મચારી હનુમાન છે એક પુત્રના પિતા, બેટ દ્વારકામાં છે મંદિર, વાંચો રોચક કથા

બોટાદના કેટલાક રૂટો પર પ્રવેશ નિષેધ

  • અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા ભાવનગર-વલ્લભીપુર તરફથી સાળંગપુર-બોટાદ તરફ જતાં વાહનો માટે બરવાળા-સાળંગપુર 7 પોઇન્ટ થી પ્રવેશ નિષેધ રહેશે.
  • ગુંદા ચોકડી થી ભરવાડ વાસના નાકા સુધીના મેઇન રોડ પર વાહન સદંતર બંધ રહેશે અને આ રોડ પર માત્ર પગપાળા ચાલીને જવાનું રહેશે.

મહત્વનું છે કે, આ સાથે ઇમરજન્સી સેવાને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઇમરજન્સી સેવાઓ માટેના જે વાહનો છે તે તમામ વાહનોને આ રુટ પ્રતિબંધ અંગે જાહેરનામાં માંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી ઇમરજન્સી સેવાઓમાં કોઈ ખલેલ આવશે નહિ.

હનુમાન જયંતીની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલમાં સૂચરું રીતે પૂર્ણ થાય તેને માટે પૂર્ણ તૈયારીઓ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આ દિવસે સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે  વિવિધ રાજ્યો માંથી લોકો મંદિરના દર્શને આવવાના છે. જેને લઈ ઉત્તમ આયોજન થાય તે માટે મંદિર સંચાલકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">