Gujarati Video: બોટાદના રાણપુરની ભાદર નદીમાં નવા નીર આવ્યા
ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નવા નીર આવ્યા છે. જેના પગલે ભાદર નદી બે કાંઠે થઈ છે. તેમજ બોટાદ શહેર સહિત જિલ્લામાં ગત મોડી રાત્રે હતો સાર્વત્રિક વરસાદ થયો છે.
Botad : ગુજરાતના બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. જ્યારે જિલ્લાના મોટા જીજાવદર અને સાગાવદર ગામ વચ્ચે આવેલો કોઝવે ઓવરફલો થયો છે.કોઝવે ઓવરફલો થતા મોટા જીજાવદર ગામે જવાનો રસ્તો બંધ થયો છે. જ્યારે ગત રાત્રે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ બોટાદ રાણપુરની ભાદર નદીમાં નવા નીર આવ્યા છે.
ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નવા નીર આવ્યા છે. જેના પગલે ભાદર નદી બે કાંઠે થઈ છે. તેમજ બોટાદ શહેર સહિત જિલ્લામાં ગત મોડી રાત્રે હતો સાર્વત્રિક વરસાદ થયો છે.
જ્યારે ગઢડા તાલુકાના પાટણા ગામે નદી બે કાંઠે થઈ છે. ઢસા પાસેના પાટણા ગામે આવેલા રસનાળિયા નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે થઈ છે. બોટાદ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
