બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ, દાદાને પિચકારી સાથે રંગોનો શણગાર

તો હરિભક્તો પણ આજે સંતોના સાનિધ્યમાં અલગ અલગ રંગો સાથે રંગાઈ અને અનેરા આનંદ સાથે ડી.જે.ના તાલે જુમતા જોવા મળ્યા. તો સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી પણ આજના આ દિવ્ય રંગોત્સવને લઈ ખૂબ આનંદમાં જોવા મળ્યા.

બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ, દાદાને પિચકારી સાથે રંગોનો શણગાર
Divya Rangotsav celebrated at Botad Salangpur Hanumanji Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 11:49 AM

બોટાદ (Botad)સાળંગપુર હનુમાનજી મંદિર (Salangpur Hanuman Temple )ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ. (Rangotsav) દાદાને પણ આજે કરવામાં આવ્યો પિચકારી સાથે રંગોનો શણગાર. 2000થી વધુ અબીલ ગુલાલ ઉડાડવા આવ્યો તો કલર ના કરવામાં આવ્યા બ્લાસ્ટ. 2500થી વધુ ચોકલેટ ઉડાડી સંતોના સાનિધ્યમાં ભક્તોએ કરી ધુળેટી પર્વની ઉજવણી.

બોટાદ જિલ્લાનું વિશ્વ અને સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ. અહીં મંદિર વિભાગ દ્વારા દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આજે ધુળેટીનો પર્વ પણ મંદિર વિભાગ દ્વારા દિવ્ય રંગોત્સવ સાથે ઉજવવામાં આવ્યો. હનુમાનજી દાદાને આજે ધુળેટી પર્વ નિમિત્તે અલગ અલગ રંગ બેરંગી કલરથી શણગાર કરવામાં આવ્યા તો દાદાની સામે ધુળેટીના અલગ-અલગ રંગો અને પિચકારી મૂકી જાણે દાદા પણ ધુળેટી પર્વના રંગે રંગાયા હોય તેવું લાગતું હતું.

સાળંગપુર મંદિર વિભાગના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે હનુમાનજી દાદાના મંદિર પટાગણમાં દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો દ્વારા 2000 કિલો જેટલો અલગ અલગ કલર સાથે અબીલ,ગુલાલ અને હવામાં 70 ફૂટ જેટલા બ્લાસ્ટ કરી આકાશી કલર હરિ ભક્તો પર ઉડાડવામાં આવ્યો. તો આશરે 2500 કરતા વધુ ચોકલેટ ઉડાડી સંતોએ હરિ ભક્તો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

તો હરિભક્તો પણ આજે સંતોના સાનિધ્યમાં અલગ અલગ રંગો સાથે રંગાઈ અને અનેરા આનંદ સાથે ડી.જે.ના તાલે જુમતા જોવા મળ્યા. તો સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી પણ આજના આ દિવ્ય રંગોત્સવને લઈ ખૂબ આનંદમાં જોવા મળ્યા. અને હરિ ભક્તો સાથેના ધુળેટી પર્વમાં હરિ ભક્તોએ પણ ખૂબ આનંદ કર્યો. જે વાતથી સંતોમાં આજે અનેરો આનંદ અને લાગણી જોવા મળતી. સંતો પણ આજે ધુળેટી પર્વના આ રંગોત્સવ નિમિતે ડી.જે.ના તાલે જુમતા જોવા મળ્યા અને આનંદ કરતા નજરે પડ્યા.

આ પણ વાંચો : Gir somnath: વેરાવળમાં ભોય સમાજ દ્વારા હોળી દહનની 200 વર્ષ જુની અનોખી પરંપરા, કાલભૈરવની 20 ફૂટ ઉંચી મૂર્તિ બનાવે છે યુવાનો

આ પણ વાંચો : Gir somnath: પ્રભાસ પાટણમાં હોળી દહનની અનોખી પરંપરા, યુવાનો જોર જોરથી બોલે છે કેટલાક શબ્દો, જાણો શું બોલતા હોય છે આ યુવાનો

g clip-path="url(#clip0_868_265)">