Botad : હવે ફરિયાદોનો આવશે અંત, બોટાદ નગરપાલિકાએ શરૂ કર્યો આ નવતર પ્રયોગ

|

Jun 16, 2022 | 12:43 PM

લોક સુવિધાના કોઈ પણ કામ બાબતે જાહેર જનતાને ફરિયાદ હોય તો ફરિયાદ પેટીનો (Complaint box) ઉપયોગ કરવા પાલિકા પ્રમુખે આહવાન કરવામાં આવ્યુ છે.

Botad : હવે ફરિયાદોનો આવશે અંત, બોટાદ નગરપાલિકાએ શરૂ કર્યો આ નવતર પ્રયોગ
Complaint box

Follow us on

બોટાદ શહેરમાં નગરપાલિકા(Botad Nagarpalika)  દ્વારા નવતર પ્રયોગરૂપે શહેરમાં ફરિયાદ પેટી મુકવામાં આવી છે,લોકોને કોઈ પણ ફરિયાદ કે પ્રશ્ન માટે હવે નગરપાલિકા કચેરીએ ધક્કો ખાવાની જરૂરત નહીં પડે. પ્રયોગિક ધોરણે સફળ રહ્યા બાદ તમામ વોર્ડમાં(Botad Nagarpalika ward)  ફરિયાદ પેટી મુકવામાં આવશે. લોકો પોતાની ફરિયાદ કાગળ પર લખીને ફરિયાદ પેટીમાં નાખી શકશે. આ ફરિયાદ નગરપાલિકા પ્રમુખ સુધી પહોંચી જશે. લોક સુવિધાના કોઈ પણ કામ બાબતે જાહેર જનતાને ફરિયાદ હોય તો ફરિયાદ પેટીનો (Complaint box) ઉપયોગ કરવા પાલિકા પ્રમુખે આહવાન કરવામાં આવ્યુ છે.

લોકો નવતર પ્રયોગોને આવકારી રહ્યા છે

લોકોએ પોતાની ફરીયાદ કરવા માટે નગરપાલિકા સુધી જવુ ના પડે તે માટે પ્રમુખ દ્વારા તમામ વોર્ડ અને જાહેર સ્થળો ઉપર ફરિયાદ બોક્ષ મૂકવા દરેક વોર્ડના સભ્યોને કહેવામાં આવ્યુ છે.એટલે કે કહી શકાય કે, નવા પ્રમુખે ઉત્સાહભેર પોતાની કાર્યશૈલીથી લોકોને પ્રભાવિત કરવાના પ્રયત્નો હાથ ધરી દીધા છે. ત્યારે હવે ફરીયાદો નું નિરાકરણ અને કામ કરવાની પધ્ધતિ ને કેટલી સફળતા મળે છે તે આવનાર સમય જ બતાવશે. તમને જણાવવું રહ્યું કે, ડામાડોળ નગરપાલિકાના સુકાનીઓએ લોકસેવા માટે હાથ ધરેલા પ્રયાસોથી લોકો સારા વહીવટની આશા વચ્ચે નવતર પ્રયોગ ને આવકારી રહ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

બોટાદ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવા છતા વિખવાદ

થોડા દિવસો અગાઉ બોટાદ નગરપાલિકામા સ્પષ્ટ બહુમતી હોવા છતા અંદરો અંદરનો વિખવાદ ઘણા સમયથી ચાલી રહ્યા હતા. જેના ભાગ રૂપે થોડા દિવસ પહેલા ન.પા.ના તમામ સભ્યોએ સમિતિઓ માંથી રાજીનામા આપી દીધા હતા. જેના પડઘા ઉચ્ચકક્ષાએ પડતા સંગઠન દ્વારા તે સમયે ન.પા.પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ સમિતિના હોદ્દેદારોના રાજીનામા લઇ લેવામા આવ્યા હતા ત્યારે ન.પા પ્રમુખને પ્રમુખપદ ઉપરથી રાજીનામું આપવાનો 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

Next Article