AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad: સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને પોલીસની પહેલ, 3 મહિના સુધી સ્પર્ધકોને અપાશે નિ:શુલ્ક કોચિંગ

આગામી ત્રણ માસ માટે નિ:શુલ્ક સ્પેશીયલ વીકએન્ડ બેચ શરૂ કરવામાં આવી છે. જેમાં સચોટ માર્ગદર્શન તો આપવામાં આવશે અને સ્ટડી મટીરીયલ (study material) પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Botad: સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને પોલીસની પહેલ, 3 મહિના સુધી સ્પર્ધકોને અપાશે નિ:શુલ્ક કોચિંગ
બોટાદ પોલીસ સ્ટેશન (ફાઈલ ઈમેજ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 1:35 PM
Share

ગુજરાત સરકાર (Gujarat Government) સમયાંતરે જરૂરીયાત પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરીને ભર્તી કરવામાં આવતી હોય છે. ત્યારે આવી પરીક્ષા માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે બોટાદ પોલીસ દ્વારા નિ:શુલ્ક તાલીમ વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજકોટની નામાંકિત સંસ્થાના સંચાલક દ્વારા તૈયારી કરાવવામાં આવશે. આ બેન્ચ શરૂ 9 જુલાઈથી શરૂ કરવામાં આવી છે. આગામી ત્રણ માસ માટે નિ:શુલ્ક સ્પેશીયલ વીકએન્ડ બેચ શરૂ કરવામાં આવી છે. જેમાં સચોટ માર્ગદર્શન તો આપવામાં આવશે અને સ્ટડી મટીરીયલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજકોટમાં પણ થોડા સમય પહેલા આવી જાહેરાત કરવામાં આવી

મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યુ કે, મહાનગરપાલિકાએજી.પી.એસ.સી. અને ગુજરાત સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવા ભાઈબહેનો માટે મનપા સંચાલિત વિવિધ લાઇબ્રેરીઓમાં ઓનલાઈન નિ:શૂલ્ક તાલીમ વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે આ તાલિમ વર્ગો માટે રસ ધરાવતી સંસ્થાઓ, કોચિંગ ક્લાસ, એજન્સી, વેબસાઈટ પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી છે.

રાજકોટની મહાનગરપાલિકા સંચાલિત વિવિધ લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે ફ્રી વાંચનાલયની સુવિધા

હાલમાં મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની તૈયારીઓ કરી શકે તે માટે વિદ્યાર્થીઓને ફ્રી વાંચનાલય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિવિધ લાઇબ્રેરીઓમાં 815 બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેનો દરરોજ સરેરાશ 1000 થી 1200 વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે. 1. બાબુભાઈ વૈધ લાઈબ્રેરી, રૈયા રોડ, 2. દતોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, 3. ડો. બાબા સાહેબ આંબેડકર ભવન પુસ્તકાલય ,જીલ્લા ગાર્ડન માં ઓડિયો વિઝયુઅલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ કેવી રીતે મેળવી શકશે પ્રવેશ

આ ત્રણ જગ્યાઓ પર વિદ્યાર્થીઓને ગુજરાત કેડરની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં નિ:શૂલ્ક માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે ફ્રી ઓનલાઈન વિવિધ પરીક્ષાઓના કોર્ષ સંસ્થાની મદદથી શરૂ કરવામાં આવશે. જેમાં શરૂઆતમાં ત્રણેય જગ્યા પર ત્રણ શીફ્ટમાં 150 લેખે કુલ 450 વિદ્યાર્થીઓને પસંદ કરી આ વર્ગોમાં ઓનલાઈન તાલીમ આપવામાં આવશે.

આ કોચિંગ ક્લાસિસમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓેએ એક પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. સત્તાધિકારીઓની આવી પહેલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવામાં ચોક્કસપણે મદદરૂપ થશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">