Botad : સુપ્રીમ ઑક્સીજન સપ્લાયર દ્વારા કાળાબજારીનો કાર્યકરોનો આક્ષેપ, મંત્રી સૌરભ પટેલના કાર્યાલયથી બોટલ વિતરણ શરૂ

કાર્યાલય ખાતે દર્દીની ફાઇલની વિગત આપતા ત્યાં ટોકન આપવામાં આવે અને જે ટોકનના આધારે કોઈપણ જાતની ડિપોઝીટ વગર અને તદ્દન મફતમાં લોકોને ઓક્સિજન બોટલ હાલ સરળતા મળી રહ્યો છે.

Botad : સુપ્રીમ ઑક્સીજન સપ્લાયર દ્વારા કાળાબજારીનો કાર્યકરોનો આક્ષેપ, મંત્રી સૌરભ પટેલના કાર્યાલયથી બોટલ વિતરણ શરૂ
Oxygen bottles Stock - File Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 25, 2021 | 5:40 PM

Botad :  બોટાદ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેશો વધી રહ્યા છે અને ઓક્સિજન લેવલ ઘટતા દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ન છૂટકે ઘરે સારવાર લેવી પડે છે. અથવા હોસ્પિટલમાં ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરવી પડે છે. આવી સ્થતિ વચ્ચે લોકોને ઓક્સિજનના બોટલ મળતા ન હોવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે અમને મળેલ માહિતી મુજબ સુપ્રીમ ઓક્સિજન બોટલ સપ્લાયર દ્વારા મોટા ભાગ ની બોટલ હોસ્પિટલમાં સપ્લાય કરતા જેને લઈ ઘરે સારવાર લેતા દર્દી ઓને ઓક્સિજનની બોટલ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડતી ત્યારે મળતી માહિતી મુજબ સ્થાનિક ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા આ બાબતે સૌરભ પટેલને રજૂઆત કરતા સૌરભ પટેલ દ્વારા સુપ્રીમ માંથી 300 બોટલનો સ્ટોક મેળવી પોતાના કાર્યાલયથી દર્દીના સગા મંજૂરી મેળવી મફતમાં ઓક્સિજનની બોટલ મેળવી શકે તે પ્રમાણેની ખાનગી જિનમાં વ્યવસ્થા કરાવી.

જેમાં સૌરભ પટેલના કાર્યાલય ખાતે દર્દીની ફાઇલની વિગત આપતા ત્યાં ટોકન આપવામાં આવે અને જે ટોકનના આધારે કોઈપણ જાતની ડિપોઝીટ વગર અને તદ્દન મફતમાં લોકોને ઓક્સિજન બોટલ હાલ સરળતા મળી રહ્યો છે. અને અહીં આવનાર દર્દીના સગા દ્વારા તદ્દન મફતમાં ઓક્સિજન બોટલ સહેલાઈથી મળી રહે છે જે બાબતે અમને સંતોષ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્યારે સૌરભ પટેલ દ્વારા અહીં ઓક્સિજન બોટલનું વિતરણ કરવાની શુ ફરજ પડી તે બાબતે બોટાદ નગરપાલિકા સભ્ય અને પૂર્વ શહેર ભાજપ મહામંત્રી દ્વારા સુપ્રીમ ઓક્સિજન સપ્લાયર બોટલોનો કાળા બજાર કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા અને મંત્રી સૌરભ પટેલને આ મામલે રજૂઆત કરતા અહીં વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અને રોજ 100 થી 125 બોટલ વિતરણ કરી રહ્યાનું નિવેદન આપ્યું છે. ગઈકાલે સુપ્રીમ સપ્લાય દ્વારા એક લેટર ખાનગી હોસ્પિટલમાંમાં મોકલવામાં આવ્યો હતો. જે લેટર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. તે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘ભાજપને 300 બોટલો આપેલી છે અને હજુ 200 બોટલોની માંગણી હોય છે જે હું આપી શકું તેમ નથી જેના કારણે જો હું 200 બોટલ આપું તો મારી પાસે માત્ર 20 બોટલ સ્ટોકમાં રહે છે જેને કારણે હવેથી હું ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બોટલ સપ્લાય નહિ કરું’ તેવો લેટરમાં થયેલ ઉલ્લેખને લઈ ગઈકાલે હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાની ચિંતામાં ચોક્કસથી વધારો થયો હશે ત્યારે આ બાબતે સુપ્રીમ ઓક્સિજન સપ્લાયર દ્વારા કાળા બજાર કરતા હોવાના આક્ષેપ અને વાયરલ લેટર મામલે સુપ્રીમના સંચાલકનો સંપર્ક કરતા આ બાબતે કોઈપણ નિવેદન આપવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">