BOTAD : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીને દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો

Nakulsinh Gohil

|

Updated on: Jan 30, 2021 | 4:18 PM

BOTAD : સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવને લીલી તથા કાળી દ્રાક્ષ ધરાવવી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

BOTAD : સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજીને દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાજી મહારાજને 300 કિલો જેટલી કાળી અને લીલી દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં તા.30-01-2021ને શનિવારના શુભ દિવસે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાની શણગાર આરતી ૦૭:૦૦ કલાકે તથા અન્નકૂટ આરતી ૧૧:૦૦ કલાકે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) દ્વારા કરવામાં આવેલ. શ્રી કષ્ટભંજનદેવને લીલી તથા કાળી દ્રાક્ષ ધરાવવી દાદાને વિશેષ શણગાર કરવામાં આવેલ જેમાં હજારો હરિભકતોએ ઘરે બેઠા ઓનલાઈન દર્શનનો લાભ લીધેલ.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati