ગુજરાતી ભજનક્ષેત્રમાં મોટી ખોટ, જાણીતા ભજનિક જગમાલ બારોટનું અવસાન

ગુજરાતી ભજનક્ષેત્રમાં મોટી ખોટ, જાણીતા ભજનિક જગમાલ બારોટનું અવસાન

રાજ્યના જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન થયું છે. જગમાલ બારોટના નિધનથી ગુજરાતી ભજનક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. જગમાલ બારોટ 'કટારી' સહિતના અનેક ભજનથી લોકપ્રિય થયાં હતાં.

Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Feb 11, 2021 | 10:58 PM

રાજ્યના જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન થયું છે. જગમાલ બારોટના નિધનથી ગુજરાતી ભજનક્ષેત્રમાં મોટી ખોટ પડી છે. જગમાલ બારોટ ‘કટારી’ સહિતના અનેક ભજનથી લોકપ્રિય થયાં હતાં. ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું અવસાન થતાં તેમના શ્રોતાઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. જગમાલ બારોટે અનેક સંતવાણી અને સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. ભજનિક જગમાલ બારોટ ‘કટારી’ અને “હાટડીયે કેમ રહેવાશે ભાઈ” સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી.

જગમાલ બારોટ નાનપણમાં અભ્યાસ કરતાં હતા, ત્યારથી જ તેમને પારંપરિક ગીતો ગાવાનો શોખ હતો. જગમાલ બારોટ શાળામાં ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા. સૌરાષ્ટ્રના જગવિખ્યાત સંત બજરંગદાસ બાપા બગદાણાના સાનિધ્યમાં પણ તેમણે અનેક ભજન કાર્યક્રમો કર્યા હતા.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જણાવ્યું કે ક્યારે લાગુ કરવામાં આવશે CAA

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati