AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: યોગ અને નેચરોપેથીના સ્નાતકો કરી શકશે લોકોની સારવાર, જાણો શું છે શરતો

રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: યોગ અને નેચરોપેથીના સ્નાતકો કરી શકશે લોકોની સારવાર, જાણો શું છે શરતો
Nitin Patel: Yoga and Naturopathy graduates can practice across Gujarat after proper registration
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 4:04 PM
Share

ગુજરાત(Gujarat)  ના નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે જણાવ્યુ છે કે,રાજયના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર(Tretment)  કરી શકશે.

યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવવું પડશે 

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન  દ્વારા વેલનેસ પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય સુખાકારી વધે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક (HWC ) શરૂ કરવામાં આવ્યા છે અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો(Yoga and naturopathy graduates ) હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે

તેમણે ઉમેર્યુ કે,ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ ૮ જુલાઇ 2021 ના ઠરાવ મા જણાવાયાનુસાર વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ(Morarji Desai Institute of Naturopathy and Yoga Treatment  ) વડોદરા માંથી બેચરલ ઓફ નેચરોપેથી અને યોગીક સાયન્સ એટલે કે બી.એન.વાય.એસ. ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ  ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ  મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

રજીસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે

મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ખાતેથી ડિગ્રી મેળવનાર સ્નાતક વ્યક્તિ ગુજરાત બોર્ડ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ મેડિસિન ગુજરાત રાજ્ય ખાતે પંદરસો રૂપિયા ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવી શકશે અને રજીસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે.રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે સ્નાતક  વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે.

આ પણ  વાંચો :  Dwarka : દ્વારકાધીશ મંદિરની ઘટનાની સાથે જાણો, કેમ આકાશમાંથી પડે છે વીજળી, શુ કરવાથી વીજળી પડવા છતા નુકસાન ના થાય ?

આ પણ  વાંચો :  Coronavirus: ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધારે સંક્રામક નથી AY.1 અને AY.2 વેરિઅન્ટ, insacogએ દૂર કરી ચિંતા

g clip-path="url(#clip0_868_265)">