Weather update: ઠંડીમાં ઠૂઠવાવા માટે તૈયાર રહો, 2 થી 3 ડિગ્રી પારો ગગડતા વધશે ઠંડી

|

Dec 31, 2022 | 9:11 AM

દિવસ દરમિયાન સાધારણ ગરમી અને રાત્રે અચાનક ઠંડીમાં (Cold) વધારો થતા અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે.

Weather update: ઠંડીમાં ઠૂઠવાવા માટે તૈયાર રહો, 2 થી 3 ડિગ્રી પારો ગગડતા વધશે ઠંડી
winter in Gujarat

Follow us on

રાજ્યમાં શિયાળાએ જમાવટ કરી છે અને નવા વર્ષમાં તીવ્ર ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.  રાજ્યમાં લોકોને હજુ પણ વધારે ઠંડીમાં ઠુઠરવા રહેવુ પડશે તૈયાર આગામી બે દિવસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા ઠંડી વધશે. સૌથી વધારે ઠંડી કચ્છના નલિયામાં 12.6 ડિગ્રી નોંધાઇ છે. જો કે દિવસ દરમિયાન સાધારણ ગરમી અને રાત્રે અચાનક ઠંડીમાં વધારો થતા અત્યારે ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે.

આજે અમદાવાદમાં રાત્રિના તાપમાનમાં થશ ઘટાડો

આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 13  ડિગ્રી રહેશે. તો અમરેલીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો ભાવનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે તો સુરતમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે

ઉત્તર ભારતમાં ઠંડી વધવાતી ગુજરાતમાં પણ વધશે ઠંડી

નવા વર્ષની સાથે જ દિલ્લી અને ઉત્તર ભારતમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે. પહાડી રાજ્યોમાં સતત થઇ રહેલી બરફ વર્ષાને કારણે દિલ્લી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મુંબઇમાં હાડ થીજવતી ઠંડી પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે દિલ્લીમાં આજે પ્રતિ કલાક 13 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. ભારે પવન ફુંકાવાને કારણે સાતથી પાંચ ડિગ્રી સુધી તાપમાન નોંધાઇ શકે છે..જ્યારે મુંબઇ 20, રાજસ્થાન 7, હરિયાણા 8 ડિગ્રી, પંજાબમાં 6, ઉત્તરપ્રદેશમાં 8 અને મધ્યપ્રદેશમાં 9 ડિગ્રી તાપમાન રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article