વલ્લભીપુરના વિદ્યાર્થીઓનો સબ જુનિયર હોકી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ એક્કો, હવે દિલ્હીમાં બતાવશે કાંડાનું કૌવત
Bhavnagar: વલ્લભીપુરની ટીમનો જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી યુ-૧૫ હોકી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ એક્કો રહ્યો. હવે ટીમ રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હીમાં કાંડાનું કૌવત બતાવશે.
Vallabhipur: રાજ્યના બાળકોમાં એવી પ્રતિભા છે કે એમને જો ચાન્સ મળે તો તેઓ વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વલ્લભીપુરમાં. વલ્લભીપુરના વિધાર્થીએ રાજ્યમાં પોતાની શાળા અને વલ્લભીપુરનું નામ રોશન કર્યું છે. જણાવી દઈએ કે અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી યુ-૧૫ (Jawaharlal Nehru Sub Junior Hockey) સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓની બોલબાલા રહી હતી.
જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધા વડોદરા ખાતે યોજાઈ હતી. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વલ્લભીપુરના વિધાર્થીઓએ ભાવનગરની ટીમને હરાવી હતી. અને આ ટીમ (Hockey team) રાજ્ય ચેમ્પિયન બની હતી. રાજ્ય ચેમ્પિયન બનતા ટીમને સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવી હતી.
આ ટીમની વાત કરીએ તો ટીમમાં ધ્રુવરાજસિંહ કિશોરસિંહ મોરીની ભારે ચર્ચા રહી. વલ્લભીપુર શહેરના ૧૪ વર્ષીય ધ્રુવરાજસિંહ વડોદરાની ટીમ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જણાવી દઈએ કે હાલ આ ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા થઇ છે. તો રાષ્ટ્રીય કક્ષાએ ટીમ રમવા માટે હાલ દિલ્હીમાં ગઈ છે.
રાષ્ટ્રીય કક્ષાની મેચમાં બતાવશે કાંડાનું કૌવત
દિલ્હીમાં આ ટીમની ખરી પરીક્ષા છે. દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રાજ્યોની ટીમ આવશે. દેશમાંથી વિવિધ ટીમ જુનિયર હોકી યુ-૧૫ સ્પર્ધામાં આવશે. તો વલ્લભીપુરના ૧૪ વર્ષની ઉંમરના ખેલાડી ધ્રુવરાજસિંહ મોરી હવે દિલ્હીમાં પોતાનું કૌવત બતાવવા મહેનત કરી રહ્યા છે.તો વલ્લભીપુર અને સમાજના લોકો રાષ્ટ્રીય કક્ષાએ રમી રહેલા ધ્રુવરાજસિંહને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો; કોગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાને પોણા ચાર વર્ષમાં મળ્યા આઠમાં નવા પ્રમુખ, જાણો સમગ્ર વિગત