TV9 IMPACT: ભાવનગરમાં જર્જરિત શાળાઓનું સમારકામ શરૂ કરાયું

ભાવનગરમાં જર્જરિત સ્કૂલોના કારણે બાળકો આકરા તડકામાં પણ ખુલ્લામાં ભણવું પડતું હોવાનો અહેવાલ પ્રકાશિત થયો હતો. જેના પગલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ શાળાઓની મુલાકાત લીધી હતી અને રાજકારણ ગરમાયા બાદ સરકારે સ્કૂલોનું રિપેરિંગ શરૂ કરવું પડ્યું હતું.

TV9 IMPACT: ભાવનગરમાં જર્જરિત શાળાઓનું સમારકામ શરૂ કરાયું
Due to the dilapidated school in Bhavnagar, children study in the open
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Apr 18, 2022 | 9:26 AM

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) ના વિસ્તાર ભાવનગર (Bhavnagar) માં શાળાઓની જર્જરિત હાલત અને બાળકોના અભ્યાસમાં પડતી અગવડતા અને શાળાઓની અવદશા અંગે TV9 દ્વારા એક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. આ અહેવાલની અસર દિલ્હી સુધી પહોંચી હતી અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ પણ ખાસ ટીવી 9 દ્વારા બતાવવામાં આવેલ જર્જરિત અને અવ્યવસ્થા ભોગવતી શાળાઓ (Schools) ની મુલાકાત લીધી હતા અને શિક્ષણ (Education) ના મુદ્દે ભારે રાજકારણ પણ ગરમાયું હતું અને આખરે આ અહેવાલમાં દર્શાવવામાં આવેલી શાળાઓને તાત્કાલિક રીપેર કરવા અને બાળકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા રકમ મનપા દ્વારા ફળવાઈ અને 3 કરોડના ખર્ચે રિનિવેશન કામગીરી કરવા શિક્ષણ સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરાઈ છે.

ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શહેરમાં 55 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં એક સર્વે મુજબ 40 થી વધારે એવી શાળાઓ છે કે જ્યાં બિલ્ડિંગોને નાનું મોટુ રિપેરીંગ કામ તાત્કાલિક કરાવવું જરૂરી છે. આ શાળાઓમાં કલર કામ નામ સુધ્ધાંનું નથી, દીવાલો પર જાડ ઊગી ગયા છે. મધ્યાન ભોજન જમાડવા માટે સારી બેસવાની વ્યવસ્થા નથી, એક શાળામાં તો બાળકોને બહાર તડકામાં બેસાડવા પડે છે. આ 40 બિલ્ડીંગોમાંથી 10 બિલ્ડિંગો એવી છે કે જેનું તાત્કાલિક ધોરણે મોટો ખર્ચ કરી રીનોવેશન કામ કરાવવું પડે તેમ છે.

આ તમામ જર્જરિત શાળાઓ અને બાળકોને પડતી હાલાકી નો એક અહેવાલ tv9 માં રજૂ થયા બાદ મહાનગરપાલિકાના શાસકો શિક્ષણ સમિતિનું તંત્ર જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે પાંચ લાખથી નીચેની જે રીપેરીંગ કામગીરી હોય તે શરૂ કરી દેવામાં આવેલ છે અને પાંચ લાખ રૂપિયાથી ઉપર ખર્ચનું રીપેરીંગ કામગીરી કામ હોય તેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે. નાનીથી લઇ મોટી રીપેરીંગની સમસ્યા દૂર કરવા ત્રણ કરોડ રૂપિયા સુધીનું બજેટ ફાળવ્યું છે અને આવનારા થોડા દિવસોમાં શાળાઓમાં પડતી બાળકોને સમસ્યાનું નિરાકરણ આવશે તેવું શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું હતું અને ભાવનગરની શાળાઓને લઈને ધ્યાન દોરવા બદલ tv9નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

સૌથી મોટો સવાલ એ છે કે ત્રણ કરોડ રૂપિયાનું બજેટ અગાઉ ફળવાઈ ચૂક્યું હતું તો આજ સુધી શા માટે કામગીરી શરૂ ન કરાઈ? બાળકોએ અત્યાર સુધી આવી જ રીતે શાળાઓમાં કેમ ભણવા દીધા? શિક્ષણ મંત્રીનો વિસ્તાર હોવા છતાં શાળાઓમાં આવી મુશ્કેલીઓ કેમ અત્યાર સુધી જાણવા છતાં એ તમામ સમસ્યાનું નિરાકરણ ન લાવ્યા ? જ્યારે અહેવાલને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી ગુજરાતના શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવ્યા ત્યારે જ ભાજપના શાસક નેતાઓને કેમ ખબર પડી? સવાલ એ પણ છે કે વીપક્ષને પણ અત્યાર સુધી જર્જરિત શાળાઓ અને બાળકોને પડતી તકલીફ વિપક્ષને કેમ ના દેખાઈ ?

શાળાઓમાં તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ તે વાતને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખ અને આપ પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા ટીવી9 ના અહેવાલના વખાણ કરી શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા અને શિક્ષણ મંત્રીના જ વિસ્તારમાં આવી શાળાઓ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ચૂંટણી આવતી હોવાથી ગુજરાતમાં શિક્ષણના મુદ્દે ભારે રાજકારણ ગરમાયુ છે ત્યારે ભાવનગરમાં વાસ્તવિક શાળાઓની અવદશા સામે આવતા વિપક્ષને પણ ભારે મોકો મળી ગયો હતો અને ભાજપને પણ શિક્ષણના મુદ્દે સાચી સમસ્યાઓ સામે આવતા બેક ફૂટ પર જવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં TRBની 700 જગ્યા પર ભરતી થશે, 18000 યુવાનોએ ઉમેદવારી નોંધાવી

આ પણ વાંચોઃ  આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, 20મી સુધી અહીં જ રોકાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">