અમદાવાદમાં TRBની 700 જગ્યા પર ભરતી થશે, 18000 યુવાનોએ ઉમેદવારી નોંધાવી

સૌપ્રથમ 800 મિટર રનિંગની ફિઝિકલ ટેસ્ટ લેવાશે. રનિંગમાં સિલેક્ટ થયા બાદ પુશઅપ, પુલઅપ અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ડિસિપ્લીન ,નિયમિતતા ,પ્રામાણિકતાની ટ્રેનીંગ આપવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Apr 18, 2022 | 7:59 AM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં TRBની 700 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આગામી 23 એપ્રિલથી TRBની ભરતી અંગેની કામગીરી શરૂ થશે, અત્યાર સુધીમાં 18000 જેટલા ઉમેદવારો (Candidates) એ ફોર્મ ભર્યાં છે. ધો. 9 પાસ ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. સૌપ્રથમ 800 મિટર રનિંગની ફિઝિકલ ટેસ્ટ લેવાશે. રનિંગમાં સિલેક્ટ થયા બાદ પુશઅપ, પુલઅપ અને ત્યારબાદ લેખિત પરીક્ષા (Exam) લેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને TRBની ટ્રેનિંગ અપાશે. TRBમાં ભરતી થયેલ ઉમેદવારોને ડિસિપ્લીન ,નિયમિતતા ,પ્રામાણિકતાની ટ્રેનીંગ આપવામાં આવશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસના DCP ભગીરથ ગઢવીએ અંગે માહિતી આપતા કહ્યું કે ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા હેતુસર 700 જેટલા TRB જવાનોની આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. જેને લઈ ભરતી પ્રક્રિયા 23 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ ભરતીમાં પ્રથમ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે જેમાં પાસ થયેલા ઉમેદવારોની પુશઅપ અને પુલ અપની પરીક્ષા લેવામાં આવશે અને બાદમાં લેખિત પરીક્ષા યોજાશે.

સાથે ગેરરીતિ તેમજ ગેરશિસ્ત રોકવા માટે આ વખતે પરીક્ષા બાદ ફાઇનલ થયેલ TRB જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે.જેમાં ડીસીપ્લીન,નિયમિતતા અને પ્રમાણિકતાની ટ્રેનિંગ આપવામાં આવશે.આ ભરતી થયેલાં ઉમેદવારીને હાલ પૂરતી 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડની નવી ભરતીમાં સિલેક્ટ થનાર જવાનને દૈનિક 300 રૂપિયા લેખે વેતન આપવામાં આવશે તથા આ ટીઆરબી જવાનો 28 દિવસ કામ કરી શકશે.

આ પણ વાંચોઃ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ 2017 કરતાં પણ ખરાબ હશે: પ્રફુલ પટેલ

આ પણ વાંચોઃ આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, 20મી સુધી અહીં જ રોકાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati