ભાવનગર : પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન, આબેહૂબ ચૂંટણી જેવી વ્યવસ્થા કરાઈ

|

Aug 01, 2022 | 9:31 AM

શાળાની બહાર મતદાન કુટિર બનાવી ઈવીએમ મશીનથી (EVM Machine) ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.વિદ્યાર્થિનીઓ પ્રિસાઇડિંગ ઓફિસર ,આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ,પોલિંગ ઓફિસર બન્યા હતા.

ભાવનગર : પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન, આબેહૂબ ચૂંટણી જેવી વ્યવસ્થા કરાઈ
School Panchayat Election

Follow us on

ભાવનગરમાં (bhavnagar) કરદેજ પ્રાથમિક કન્યા શાળામાં (Primary  School) શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.જેમાં ધોરણ 6થી8ની વિદ્યાર્થિનીઓએ (Student) ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળાની બહાર મતદાન કુટિર બનાવી ઈવીએમ મશીનથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.વિદ્યાર્થિનીઓ પ્રિસાઇડિંગ ઓફિસર ,આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ,પોલિંગ ઓફિસર બન્યા હતા.શાળાની વિદ્યાર્થિનીઓ અને તેના વાલીઓએ શાળાના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી સહિતના ચાર પદ માટે મતદાન(Election)  કર્યું હતું.ચૂંટણીમાં મતદાન અંગે વિદ્યાર્થિનીઓને પૂરતી જાણકારી મળી રહે તેવા ઉદેશ્યથી ડીજીટલ ટેક્નોલોજીના માધ્યમથી શાળામાં ચૂંટણી યોજાઈ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જાગૃતિ અભિયાન જરૂરી વિદ્યાર્થીઓની સલામતી કેમ જોખમમાં !

જો કે બે દિવસ પહેલા ભાવનગરમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને બિલકુલ વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા હતા.
છકડામાં જોખમી રીતે બેસીને શાળાએ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ દ્રશ્યોમાં વિદ્યાર્થીઓ (Students) ઠસોઠસ બેસીને શાળાએ જઈ રહ્યા છે. આ દ્રશ્યો એસ.ટી. બસ નિગમની (ST Bus) પોલ ખોલી રહ્યા છે. શાળાએ જવા માટે બસની સુવિધા સારી તથા સમયનસર ન હોવાને કારણે વિદ્યાર્થીઓ છકડામાં જવા મજબૂર બન્યા છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં ભાવનગરમાં બસની સુવિધા યોગ્ય રીતે પૂરી પાડવામાં આવતી નથી. આ રીતે મુસાફરી કરીને બાળકો શાળાએ જાય છે ત્યારે માતા-પિતા સતત ચિંતામાં રહે છે.

Next Article