Railway News: ભાવનગર અને સોમનાથ તરફનો રેલ્વે વ્યવહાર 2 ઓક્ટોબર સુધી ખોરવાશે, તો 25 સપ્ટેમ્બરથી થશે નવી ટ્રેનનો પ્રારંભ, જાણો સમગ્ર વિગતો

ડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી  સૌરાષ્ટ્ર તરફ જતા અને આવતા રેલ્વે ટ્રાફિકને અસર થશે. પશ્ચિમ રેલવે દાદર અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ થશે ટ્રેન નંબર 14808/14807 દાદર - ભગત કી કોઠી એક્સપ્રેસ ત્રિ-સાપ્તાહિક ટ્રેન દોડશે.

Railway News: ભાવનગર અને સોમનાથ તરફનો રેલ્વે વ્યવહાર 2 ઓક્ટોબર સુધી ખોરવાશે, તો 25 સપ્ટેમ્બરથી થશે નવી ટ્રેનનો પ્રારંભ, જાણો સમગ્ર વિગતો
સોમનાથ અને ઓખા તરફના રેલ વ્યવહારને થશે અસર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 10:00 AM

પશ્ચિમ રેલ્વે  ( Western Railway) દ્વારા  જણાવવાાં આવ્યું  હતું કે  રાજકોટ  (Rajkot division) ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી  સૌરાષ્ટ્ર તરફ જતા અને આવતા રેલ્વે ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સિંધાવદર-કણકોટ-ખોરાણા-બિલેશ્વર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 22 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ  માશૂક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગર મંડળની જે ટ્રેનોને અસર થશે તેમાં  (indore veraval mahamana express) ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસનો સમાવેશ થશે.

• ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 27.09.2022 ના રોજ રદ • ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 28.09.2022 ના રોજ રદ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 22.09.2022 થી 30.09.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

• ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દાદર અને ભગત કી કોઠી સ્ટેશન માટે નવી ટ્રેનની શરૂઆત

પશ્ચિમ રેલવે દાદર અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ થશે ટ્રેન નંબર 14808/14807 દાદર – ભગત કી કોઠી એક્સપ્રેસ ત્રિ-સાપ્તાહિક ટ્રેન દોડશે.

ટ્રેન નંબર 04808 દાદર-ભગત કી કોઠી સ્પેશિયલ તેની ઉદઘાટક સેવા તરીકે 25 સપ્ટેમ્બર, 2022ના રોજ દાદરથી 12.00 કલાકે ઉપડશે અને 26 સપ્ટેમ્બર, 2022ના રોજ 04.05 કલાકે ભગત કી કોઠી પહોંચશે તેની નિયમિત સેવામાં ટ્રેન નંબર 14808 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) દાદરથી દર સોમવાર, બુધવાર અને શનિવારે 00.05 કલાકે ઉપડશે અને તેજ દિવસે 18.00 કલાકે ભગત કી કોઠી પહોંચશે.આ ટ્રેન 28 સપ્ટેમ્બર, 2022 થી નિયમિત રીતે દોડશે. એજ રીતે, ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ (ત્રિ-સાપ્તાહિક) ભગત કી કોઠીથી દર રવિવાર, મંગળવાર અને શુક્રવારે 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.15 કલાકે દાદર પહોંચશે. આ ટ્રેન 27 સપ્ટેમ્બર 2022થી નિયમિત રીતે દોડશે.

માર્ગમાં ટ્રેન નંબર 04808, 14808 અને 14807 બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાનીવાડા, મારવાડ ભીનમાલ, જાલોર અને સમદડી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ રહશે.

ટ્રેન નંબર 04808ની ઉદઘાટક સેવાનું બુકિંગ 22મી સપ્ટેમ્બર, 2022થી અને ટ્રેન નંબર 14808ની નિયમિત સેવાનું બુકિંગ 23મી સપ્ટેમ્બર, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય,સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">