સ્કૂલોમાં હજુ પણ મધ્યાહ્ન ભોજન બંધ, ભાવનગરની સંસ્થા દરરોજ 50 હજાર વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડે છે

એક તરફ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તો બીજી તરફ સરકારી શાળામાં આપવામાં આવતા મધ્યાન ભોજન માં શાળા શરૂ થયા બાદ આજદિન સુધી આપવામાં આવ્યું નથી.

સ્કૂલોમાં હજુ પણ મધ્યાહ્ન ભોજન બંધ, ભાવનગરની સંસ્થા દરરોજ 50 હજાર વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડે છે
મધ્યાન ભોજન બંધ, ભાવનગરની સંસ્થા દરરોજ 50 હજાર વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડે છે
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 23, 2022 | 2:22 PM

કોરોના (Corona) કાળમાં રોજગારી જતી રહેતા લોકોના મુખેથી અનાજનો કોળિયો છીનવાય ગયો હતો, કોરોના કહેર હવે હળવો થયા બાદ બધુ રાબેતા મુજબ થઈ રહ્યું છે પરંતુ હજુ સરકારી શાળા (School) ના બાળકોના મો સુધી મધ્યાહ્ન ભોજન (Mid day meal) અનાજનો કોળિયો પહોંચ્યો નથી, શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી મધ્યાહ્ન ભોજન શરૂ ના થયું. બાળકો સાત્વિક ભોજનથી વંચિત છે, ભાવનગર (Bhavnagar) શહેરમાં જ 98 ટકા વિદ્યાર્થી (students) મધ્યાહ્ન ભોજન અંતર્ગત સાત્વિક અને પૌષ્ટિક ભોજન મેળવતા હતા, જે કોરોના કાળમાં બંધ થઈ ગયું હતું જે ફરીવાર શરૂ કરવા માંગ ઉઠી છે.

રાજ્યની સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે શાળાઓ શરૂ થઈ ચૂકી છે. પરંતુ કોરોના કાળ બાદ ઘણા સમયથી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન શરૂ કરવામાં આવ્યું નથી, ભાવનગર નગર પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો કુલ 55 પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં ચોવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સૌથી વધુ સ્લમ વિસ્તારમાંથી આવતા નાના વિદ્યાર્થીઓ હાલ મધ્યાન ભોજન સ્કૂલમાં આવતું ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જોકે ભાવનગરની એક એવી પણ સંસ્થા સામે આવી હતી જેમના દ્વારા છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ સરકારી શાળામાં મધ્યાન ભોજન બંધ હોવાથી પૌષ્ટિક આહાર આપીને ભોજન કરાવવામાં આવી રહ્યું છે બચપન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દોઢ વર્ષમાં ૫૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને શહેરની અલગ અલગ સ્કૂલમાં પહોંચી પૌષ્ટિક વ્યંજન જમાડવામાં આવ્યું છે.

જો કે એક તરફ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તો બીજી તરફ સરકારી શાળામાં આપવામાં આવતા મધ્યાન ભોજન માં શાળા શરૂ થયા બાદ આજદિન સુધી આપવામાં આવ્યું નથી જોકે આ બાબતે ભાવનગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સરકારને પત્ર વ્યવહાર કરી મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. ભાવનગરમાં અક્ષયપાત્ર સંસ્થાને મધ્યાહ્ન ભોજન આપવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, ગત 10 તારીખે સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરવાનું સુચના આપેલ પરંતુ કોઇ કારણોસર શરૂ થઇ શકી નથી, ત્યારે ભાવનગરમાં દાતાઓના સહયોગ અને સંસ્થાઓના સહયોગથી વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભાવનગર શહેરના કુંભારવાડા, કરચલીયાપરા, બોરતળાવ, શિવાજી સર્કલ સહિતની સરકારી શાળા એવી છે કે જ્યાં અતિ સ્લમ વિસ્તારમાંથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતાં હોય છે. હાલ મધ્યાહ્ન ભોજન યોજના બંધ હોવાથી નાના બાળકો ઘરેથી નાસ્તો લઈને શાળાએ આવી રહ્યા છે અને શાળા સંચાલકો પણ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે મધ્યાન ભોજન યોજના શરૂ કરવામાં આવે અને જેનો લાભ દરેક વિદ્યાર્થીઓને મળી શકે, જોકે રાજ્યના શિક્ષણ મંત્રી ભાવનગરથી પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે શાળા સંચાલકો અને શિક્ષણ સંઘ અને વિદ્યાર્થીઓના વાલી અપેક્ષા પણ સહજ હોય છે, રાજ્યના શિક્ષણમંત્રીને મધ્યાહ્ન ભોજન યોજના વહેલી તકે શરૂ કરવા માટે અનેક વખત રજૂઆતો પણ થઈ ચૂકી છે ત્યારે જોવાનું રહ્યું કે સરકાર આગામી દિવસોમાં મધ્યાહ્ન ભોજન યોજના કયારે શરૂ કરશે.

આ પણ વાંચોઃ વિશ્વ હવામાન દિવસ: ગુજરાત ભારતનું પ્રથમ એવુ રાજ્ય જેણે ‘ક્લાઇમેટ ચેન્જ’ નામનું ડીપાર્ટમેન્ટ શરૂ કર્યું

આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લાના રમેશભાઈએ પાણી બચાવવા માટે કરેલા કામોની નોંધ લેવાઈ, દિલ્હીમાં ‘જળ પ્રહરી’ રાષ્ટ્રીય સન્માન અપાશે

g clip-path="url(#clip0_868_265)">