ભાવનગર મહાનગરપાલિકાના આયોજનના અભાવે સિવિલ વર્ક મટિરિયલની લેબ બની શોભાના ગાંઠિયા સમાન, 90 લાખની મશીનરી ધૂળ ખાતી હાલતમાં- Video

ભાવનગર મનપાના આયોજનના અભાવે સિવિલ વર્ક મટિરિયલની લેબ હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે અને લેબમાં 90 લાખના ખર્ચે વસાવાયેલી મશીનરી ધૂળ ખાઈ રહી છે. લેબ ટેસ્ટિંગ બિલ્ડીંગ પણ બનાવી દેવાઈ પરંતુ હજુ લેબ શરૂ ન થતા મોટી રકમ ચુકવી ખાનગી લેબમાં સિવિલ વર્કના કામોનો ટેસ્ટ કરાવવો પડી રહ્યો છે.

Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 01, 2024 | 4:47 PM

ભાવનગર મહાનગરપાલિકાની પાસે સિવિલ વર્કના મટિરિયલ્સના તમામ ટેસ્ટિંગ થઈ શકે તેવી લેબોરેટરી છે પણ શરૂ થઇ રહી નથી, જેને કારણે આ ટેસ્ટિંગ ખાનગી લેબોરેટરીમાં કરાવવા પડતા હોય છે. સિવિલ વર્કના તમામ ટેસ્ટિંગ થઈ શકે તે માટે મનપા તંત્ર એ BADA ની ઓફીસ ની બાજુમાં લેબ ટેસ્ટ બિલ્ડીંગ પણ બનાવી દીધું, સમગ્ર સાધનો પણ આવી ગયા છે. પરંતુ કોઈ કારણોસર આ બિલ્ડીંગની રીબીન નથી કપાણી, જેને કારણે ના છૂટકે મનપાને મોટા પૈસા ચૂકવીને ખાનગી લેબોરેટરીમાં સિવિલવર્ક ના કામોનું લેબોરેટરી ટેસ્ટ કરવા મજબુર બનવું પડી રહ્યું છે.

આયોજનના અભાવે લેબ શરૂ ન થતા ખાનગી લેબમાં રિપોર્ટ કરાવવા મજબુર મનપા

સરકારી તંત્રમાં મોટાભાગના કામ સમયસર થતા નથી, જેના પગલે ઘણી મૂશ્કેલીઓ ઉભી થતી હોય છે, આવુ જ ચિત્ર હાલ ભાવનગર મહાપાલિકામાં જોવા મળી રહ્યું છે. ભાવનગર મહાપાલિકામાં સીવીલ વર્ક જેમાં નવા બનતા રોડ, બિલ્ડીંગના મટીરીયલ્સના તમામ ટેસ્ટીંગ થઈ શકે તે માટે લાંબા સમયથી લેબોરેટરીનુ કામ શરૂ છે. પરંતુ આયોજનના અભાવે લેબોરેટરી શરૂ થઈ શકી નથી, હાલ જ શહેરમાં બનતા નવા વ્હાઇટ રોડના ખાનગી લેબ રિપોર્ટમાં પણ વિસંગતતા આવી હતી. જેથી મનપા એ પોતાની લેબ શરૂ કરવી અતિ જરૂરી છે. જેથી નબળી ગુણવત્તાની કામગીરીના થઇ શકે, મહાપાલિકા પાસે સિવીલ વર્કના મટીરીયલ્સના તમામ ટેસ્ટીંગ થઈ શકે તેવી લેબોરેટરી છે.

40 લાખના ખર્ચે નવી લેબનું બિલ્ડીંગ પણ બનાવવા આવ્યું, 90 લાખના ખર્ચે લેબમાં મશીનરી લવાઈ

થોડા સમય પહેલા જ 90 લાખના ખર્ચે લેબની મશીનરી લાવવામાં આવેલી છે અને 40 લાખના ખર્ચે નવી લેબનું બિલ્ડીંગ પણ બનાવવામાં આવેલુ છે. હાલમાં મનપા પાસે આધુનિક લેબ તૈયાર છે. પરંતુ લેબનું ઉદ્ઘાટન નહિ થતા લેબોરેટરી શરૂ થઈ નથી, તેથી મહાપાલિકાએ સીવીલ વર્કના મટીરીયલ્સના તમામ ટેસ્ટીંગ હજુ બહાર કરાવવા પડી રહ્યા છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

લેબોરેટરી ક્યારે શરૂ થાય તેની રાહ જોવી રહી- સ્ટેન્ડિંગ ચેરમેન

આ લેબોરેટરી ઝડપથી શરૂ થાય તેવુ આયોજન કરવા કમિશનરે આદેશ કર્યો છે. લેબોરેટરી ચાલુ જુલાઈ માસના અંત સુધીમાં શરૂ થઈ જશે તેવો દાવો સ્ટેન્ડિંગ ચેરમેને કર્યો છે. હવે લેબોરેટરી કયારે શરૂ થાય છે? તેની રાહ જોવી રહી. હાલ લેબોરેટરી શરૂ નહીં થતા મહાપાલિકાએ સીવીલ વર્કના મટીરીયલ્સના તમામ ટેસ્ટીંગ ખાનગી લેબોરેટરીમાં કરાવવા પડી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા પાસે હાલ સિવિલ વર્કના મટીરીયલ્સના ટેસ્ટીંગ માટેની લેબોરેટરી નથી તેથી ખાનગી લેબોરેટરીમાં રીપોર્ટ કરાવવા પડતા હોય છે. તાજેતરમાં ખાનગી લેબોરેટરીમાં વ્હાઈટ ટોપિંગ રોડના બે રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા અને આ બે રિપોર્ટમાં વિસંગતતા જોવા મળી હતી તેથી લેબોરેટરીના સંચાલકને મહાપાલિકાના કમિશનરે લેખિતમાં ખુલાસો પુછયો છે. મનપાની લેબોરેટરી શરૂ થશે ત્યારે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા ના પડે તે હેતુથી મનપાના સ્ટેડિંગ કમિટીના ચેરમેનને આ બિલ્ડીંગને તત્કાલ શરૂ કરવાની ખાત્રી આપી છે. હાલ તો આ લેબોરેટરી અને તેમાં રહેલા સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">