Breaking News: ભાવનગર ડમીકાંડમાં મેરેથોન પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની કરાઈ ધરપકડ
Bhavnagar: ભાવનગર ડમીકાંડમાં મેરેથોન પૂછપરછમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. આજે SOG સમક્ષ યુવરાજસિંહ પૂછપરછ માટે હાજર થયા હતા. આ દરમિયાન તેમની 7થી8 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ બાદ SOGએ યુવરાજસિંહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
ભાવનગર ડમીકાંડમાં મેરેથોન પૂછપરછમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. આજે SOG સમક્ષ યુવરાજસિંહ પૂછપરછ માટે હાજર થયા હતા. આ દરમિયાન તેમની 8થી10 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ બાદ SOGએ યુવરાજસિંહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. ડમી કૌભાંડ મુદ્દે યુવરાજસિંહ બપોરે 12 વાગ્યે SOG કચેરીમાં હાજર થયા હતા. જે બાદ પોલીસ અધિકારીઓ દ્વારા યુવરાજસિંહનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ દરમ્યાન યુવરાજસિંહે ડમી કાંડમાં સંકળાયેલા વધુ 30 જેટલા નામો પોલીસ સમક્ષ રજૂ કર્યા.
ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહની નજીકના ગણાતા બિપીન ત્રિવેદીએ ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે 50 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તોડકાંડની ચેટ પણ તેમણે વાયરલ કરી હતી અને સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતા. આ ઘટના બાદ ડમીકાંડમાં ભાવનગર SOGએ યુવરાજસિંહને સમન મોકલ્યુ હતુ. જેમા પ્રથમ સમનમાં યુવરાજસિંહ હાજર થયા ન હતા અને બીજુ સમન મળતા તેઓ SOG સમક્ષ હાજર થયા હતા.
યુવરાજસિંહે પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને અસિત વોરા સામે ગંભીર આક્ષેપ કર્યા
પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે મીડિયા સમક્ષ જીતુ વાઘાણી, અસિત વોરા સામે ગંભીર આક્ષેપ કર્યા. સાથે જ કેટલાક પૂર્વ પ્રધાનો અને કેટલાક વર્તમાન પ્રધાનો પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો. જોકે તેમણે કોઈ પ્રધાનના નામ જણાવ્યા નહોતા. યુવરાજસિંહે આક્ષેપ કર્યો કે જો તેમનું સમન્સ નીકળતું હોય તો શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, અસિત વોરાનું સમન્સ પણ નીકળવું જોઈએ. ભાજપમાં રહેલા અવધેશ પટેલ, અવિનાશ પટેલ, હિરેન અને જશુ ભીલનું પણ સમન્સ નીકળવું જોઈએ.
આ પણ વાંચો: Bhavnagar: ડમીકાંડમાં વધુ એકની ઘરપકડ, ડમી ઉમેદવાર 7 વાર આપી ચુક્યો છે વિવિધ પરીક્ષા, જુઓ Video
યુવરાજસિંહે કહ્યું કે અવધેશ પટેલ, અવિનાશ પટેલ અને હિરેન વિરૂદ્ધ પુરાવા આપ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જેને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.. બીજી તરફ યુવરાજસિંહે પોતાની હત્યાની પણ આશંકા વ્યક્ત કરી.. તેમણે કહ્યું કે આજે નહીં તો કાલે તેમને પતાવી દેવામાં આવશે… મારી સાથે હિટ એન્ડ રન પણ થઈ શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…