Breaking News: ભાવનગર યુનિવર્સિટીનું B.Comનુ પેપર લીક થવાના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સીપાલની કરાઈ અટકાયત, પેપરનો ફોટો લીક થયો હોવાનું સામે આવ્યુ
Bhavnagar: ભાવનગર યુનિવર્સિટીનું B.Comનુ પેપર લીક થવાના કેસમાં શહેરની એક કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલની કરાઈ અટકાયત કરાઈ છે. પ્રિન્સીપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હોવાનું સામે આવ્યુ છે.
ભાવનગર યુનિવર્સિટીનું બી.કોમનું પેપર લીક થવાના કેસ શહેરની એક કોમર્સ કોલેજના પ્રિન્સીપાલની અટકાયત કરાઈ છે. આ પ્રિન્સાપલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે આ કોલેજના પ્રિન્સીપાલ અમિત ગાલાણીની અટકાયત કરી છે. અમિત ગાલાણી ઉપરાંત કાળિયાબીડ અને ભરતનગરના વિદ્યાર્થીઓની પણ પોલીસે અટકાયત કરી છે. ઈન્ચાર્જ પ્રિન્સીપાલને લુલો બચાવ કર્યો છે કે વાલી સાથે વાત કરવા ફોન આપતા તેમાથી વિદ્યાર્થીઓ ફોટો વાયરલ કર્યો હતોય જેની તેમને કંઈ જાણ ન હતી.
ફાયનાન્સનું પેપરલીક થવા મામલે યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે. આ તપાસ કમિટીમાં ગિરીશ પટેલ, ઈન્દ્ર ગઢવી અને કૌષિક ભટ્ટનો સમાવેશ થાય છે. અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આગળ ઉપર FIR પણ થઈ શકે છે. સૌપ્રથમ વિવેક મકવાણા સુધી પેપર પહોંચ્યુ ત્યારબાદ અગણિત વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યુ હતુ.
તાત્કાલિક ધોરણે પેપર લીક કરનાર અમિત ગાલાણી સામે થશે FIR
પેપરલીક થવા પાછળના મુખ્ય સૂત્રધાર ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગલાણી છે. શહેરની સરદાર પટેલ ઈન્સિ્ટીટ્યુટ ભાવનગરની જી.એલ કાકડિયા કોલેજ ઓફ કોમર્સમાંથી વાયરલ થયુ હતુ. અમિત ગલાણી જી.એલ કકડિયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજમાં બી.કોમ અને BBAના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ છે. તે ગુજરાતી ફિલ્મનો કલાકાર છે અને અનેક નાની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
આરોપી અમિત ગાલાણીની પ્રાધ્યાક તરીકેની માન્યતા રદ કરાઈ, જી.એલ કાકડિયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરાયુ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર-6નું પેપર લીક થયુ છે. સત્તાધિશોની બંધબારણે મીટિંગમાં નિર્ણય લેવાયો છે. તાત્કાલિક ધોરણ પેપર લીક કરનાર અમિત ગાલાણી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આરોપી અમિત ગાલાણીની પ્રાધ્યાપક તરીકેની માન્યતા પણ રદ કરાઈ છે. ત્વરીત કાર્યવાહી કરતા જીએલ કાકડીયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરાયુ છે. કોલેજનું યુનિવર્સિટી સાથેનુ જોડાણ રદ કરવા સર્વોચ્ચસત્તા મંડળમાં ભલામણ કરવામાં આવશે. લીક થયેલ પેપરની પરીક્ષા રદ કરવા બાબતે પણ તપાસ બાદ નિર્ણય કરાશે.
આ પણ વાંચો: Rajkot : પેપરલીક કાંડની તપાસમાં કુલડીમાં ગોળ ભંગાઈ જશે ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યારે સિરિયસ થશે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…