ભાવનગરની સૌથી મોટી જિલ્લા સહકારી બેન્કમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી

ભાવનગરની સૌથી મોટી જિલ્લા સહકારી બેન્કમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી
BJP snatches power from Congress in Bhavnagar District Cooperative Bank

સહકારી બેન્કમાં કુલ 16 બેઠક પૈકી ભાજપને 13 અને કોંગ્રેસને માત્ર 3 બેઠક મળી હતી. અગાઉ જે બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. તેમાં પણ ભાજપનો દબદબો રહ્યો હતો. પરિણામોમાં મહત્વની બાબતો જોઈએ તો ઘોઘા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દિગ્વિજયસિંહ ગોહિલ પરાજય થયો છે.

Ajit Gadhavi

| Edited By: Utpal Patel

Mar 02, 2022 | 3:19 PM

ભાવનગર જિલ્લા સહકારી બેન્કની (District Cooperative Bank)15 વર્ષ બાદ ચૂંટણીમાં 98 ટકા મતદાન થયા બાદ આજે તેની મતગણતરી (Counting of votes)ભાવનગરની ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવી હતી, આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે (BJP) આ બેંકમાં ભગવો લહેરાવીને કોંગ્રેસનો સહકારી ક્ષેત્રમાં ચાલતા દબદબાનો અંત લાવ્યો હતો. ભાવનગર જિલ્લા સહકારી બેન્કમાં છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી કોંગ્રેસનું (Congress) શાસન હતું, પરંતુ આ વર્ષે ભાજપે ફોર્મ ભરાવાથી લઈને પરિણામ સુધી પોતાનો દબદબો જાળવી અને મતદારોને આકર્ષી ને સતા કબ્જે કરીને કોંગ્રેસને પછડાટ આપી હતી.

જિલ્લા સહકારી બેન્કના ચેરમને નાનું વાઘાણી સહિતના કોંગ્રેસના અનેક નેતાઓનો પરાજય થયો છે. જયારે ગારિયાધારના ભાજપના ધારાસભ્યને પહેલાથી જ ચેરમેન તરીકે જેમનું નામ મોખરે છે તેવા ધારાસભ્ય કેશુ નાકરાણીનો ભવ્ય વિજય થયો હતો, અને આગામી ચેરમને તેઓ બનશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેરાત પણ કરી હતી. જિલ્લા સહકારી બેન્કમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો હતો. પરંતુ આ વર્ષે ભાજપ પ્રદેશના અનેક નેતાઓએ અહીં ધામા નાખીને ચૂંટણીને ધારાસભાની ચૂંટણી જેવો રંગ આપ્યો હતો. અને આખરે ભાજપએ બેન્ક માં સત્તા હાંસલ કરી લીધી છે.

જિલ્લાની આ સૌથી મોટી એવી સહકારી બેન્કમાં કુલ 16 બેઠક પૈકી ભાજપને 13 અને કોંગ્રેસને માત્ર 3 બેઠક મળી હતી. અગાઉ જે બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. તેમાં પણ ભાજપનો દબદબો રહ્યો હતો. પરિણામોમાં મહત્વની બાબતો જોઈએ તો ઘોઘા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દિગ્વિજયસિંહ ગોહિલ પરાજય થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ પૂર્વ ધારાસભ્યના પુત્ર છે અને કોંગ્રેસમાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા છે. ત્યારે આ બેઠક ભાજપ માટે પણ ખૂબ જ મહત્વની હતી. પરંતુ તે ભાજપે માત્ર બે મતે આ બેઠક ખોઈ છે.

જ્યારે સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતા સમાન છે જયવંતસિંહ જાડેજાના દીકરી ભાવનાબેન જાડેજા તાજેતરમાં જ ભાજપનો ભગવો ધારણ કરી અને ડિસ્ટ્રીક બેંકની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમનો પણ આમાં ભવ્ય વિજય થયો છે. બીજું મહત્વનું ગણી શકાય કે વર્ષો સુધી ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં ચેરમેન રહી ચૂકેલા નાનુભાઈ વાઘાણીની ખૂબ જ ખરાબ રીતે હાર થઈ છે. તેની સામે જ્યારે જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના વતન પાલીતાણા બેઠક પર ભાજપના આગેવાન અને પાલીતાણા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન નાગજીભાઈ વાઘણીનો વિજય થયો છે.

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીને લઈને કોંગ્રેસનો આક્ષેપ છે કે સતાના જોરે ભાજપે મતદાર યાદીથી લઇને તમામ બાબતમાં સરકારનો ઉપયોગ કર્યો હતો. અને તેના કારણે ભાજપની જીત થઇ છે, ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના ભ્રષ્ટ શાસનથી લોકો થાકી ગયા હતા એટલે ભાજપને સત્તામાં બેસાડ્યું છે.

આ પણ વાંચો : Russia-Ukraine War: નવસારીની બે વિદ્યાર્થિની મહામુસીબતે વતન પરત ફરી, વિદ્યાર્થિનીઓએ જણાવી આપવીતિ

આ પણ વાંચો : Ahmedabad: MICAમાં રેકોર્ડબ્રેક 100 ટકા પ્લેસમેન્ટ, સૌથી વધુ 57.51 લાખનું વાર્ષિક પેકેજ, ટોચના 50 ટકા વિદ્યાર્થીઓએ વાર્ષિક સરેરાશ 24.15 લાખ CTC મેળવ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati