Bhavnagar: કાળીયાબીડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગેંગરેપ, 3 આરોપી પકડાયા

રાત્રી ચેંકિંગમાં રહેલ અલંગ પોલીસે શંકાના આધારે ઈકોને અટકાવી તલાશી લેતા ત્રણેયની સાથે તરૂણીને નિહાળી પુછપરછ કરતા સગીરવયની કિશોરી સાથે સામુહીક દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવતા શખ્સોની ધરપકડ કરી લઈ ઈકો ગાડી કબજે લીધી હતી

Bhavnagar: કાળીયાબીડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી  ગેંગરેપ, 3 આરોપી પકડાયા
ભાવનગર ગેંગરેપના 3 આરોપી પકડાયા
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 13, 2022 | 5:49 PM

ભાવનગરમાં શહેર ના કાળીયાબીડ વિસ્તાર માંથી એક સગીરાનું અપહરણ કરી સામુહિક ગેંગરેપ ગુજાર્યોનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટના સામે આવતા પોલીસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતાને લઇને તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં અલંગ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા, અને પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનગર શહેરના ભગવતી સર્કલ પાસેથી સગીરાનું અપહરણ કરી ઇકો વાનમાં બેસાડી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ કરી ત્રાપજ પાસે અવાવરુ જગ્યા પર લઈ જાય ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. બનાવવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અહપરણ સાથે દુષ્કર્મ ગુજારનાર એક વિધર્મી સહિત બે આરોપીને ઝડપી પાડયા છે, આરોપીમાં એક વિધર્મી સહિત બે શખ્સોએ ઇકો વાનમાં બેસાડી જય ત્રાપજ નજીક લઈ જવામાં આવી હતી, બાદ અવાવરૂ જગ્યા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

બનાવને લઇ અલંગ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ઘરવામાં આવ્યું હતું. દરમિયાન વહેલી સવારે ત્રાપજ પાસેથી પસાર થતા હતા તે વેળાએ રાત્રી ચેંકીગમાં રહેલ અલંગ પોલીસે શંકાના આધારે ઈકોને અટકાવી તલાશી લેતા ત્રણેય શખ્સની પ્રવૃતિ શંકાસ્પદ જણાતા અને તેની સાથે તરૂણીને નિહાળી પુછપરછ કરતા ત્રણેયની પુછપરછ કરતા સગીરવયની કિશોરી સાથે સામુહીક દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવતા શખ્સોની ધરપકડ કરી લઈ ઈકો ગાડી કબજે લીધી હતી. શખ્સોની ચુંગલમાંથી સગીરાને છોડાવી પોલીસે તેણીનુ મેડીકલ પરિક્ષણ કરાવ્યા બાદ તેનો કબ્જો પરિવારને સોપ્યો હતો.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

જ્યારે ઉક્ત ચકચારી બનાવ અનુસંધાને ભોગ બનનાર સગીરાના માતાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે મનસુખ ભોપાભાઈ સોલંકી (રે. કાળીયાબીડ, ભાવનગર), સંજય છગનભાઈ મકવાણા, મુસ્તુફા આઈનુલહક (રે. બન્ને ત્રાપજ તા. ઘોઘા)ની વિરૂધ્ધ આઈપીસી. 363, 376 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આવતી કાલે તમામને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Chhota Udepur: નસવાડીના ભાજપ હોદ્દેદાર જશુ ભીલનો વીડિયો વાયરલ, યુવક પાસેથી રુપિયા લીધા હોવાનો કરે છે સ્વીકાર

આ પણ વાંચોઃ Surat: એકતરફી પ્રેમમાં આંધળા પ્રેમીએ જાહેરમાં જ યુવતીનું ગળુ કાપી હત્યા કરી નાખી

g clip-path="url(#clip0_868_265)">