AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: ચોકીદારને ધમકાવી રૂ.19 લાખના કોપર બ્રાસના સ્ક્રેપની ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

SGST વિભાગે કોપરનો સ્ક્રેપ ભરેલી પીકઅપ વાનની અટકાયત કરી બહુમાળી ભવન ખાતે મુકાવી વધુ તપાસ હાથ ધરી હતી, જોકે રાત્રીના સમયે આરોપીઓ ચોકીદારને ધમકી આપીપીકઅપ વાનને લઇ જઈ માલ ખાલી કરી ફરીવાન ત્યાં મૂકી નાસી છુટ્યા હતા

Bhavnagar: ચોકીદારને ધમકાવી રૂ.19 લાખના કોપર બ્રાસના સ્ક્રેપની ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
ભાવનગર કોપર બ્રાસના સ્ક્રેપની ચોરીનીમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:21 PM
Share

ભાવનગર (Bhavnagar) ના બહુમાળીભવન ખાતે આવેલી રાજ્યવેરા કમિશ્નર કચેરી ખાતે રાખવામાં આવેલા અટકાયતી કોપર બ્રાસના સ્ક્રેપ (copper brass scrap) નો રૂ.19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસ (Police)એ બે આરોપીને ઝડપી પાડ્યા છે. જયારે હજુ એક આરોપી ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

ભાવનગરમાં બહુમાળી ભવન ખાતેની રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તેમની ટીમ ચેકીંગમાં હતી ત્યારે એક પીકઅપ વેન ને અટકાવી તેમાં ચેકિંગ કરતા કોપર નો સ્ક્રેપ ભરેલો હોય જેના બીલ અંગે પૂછતાં જે બીલ રજુ કરવામાં આવ્યા તે વેચનાર રિયા એન્ટરપ્રાઈઝ અમદાવાદ તેમજ એચ.એન. એન્ટરપ્રાઈઝ જામનગર ના નામના હોય અને જે બીલ શંકસ્પદ જણાતા SGST વિભાગે રૂ.1944242ની કિંમતનો કોપરનો સ્ક્રેપ બહુમાળી ભવન ખાતે તેમની ઓફિસના ગ્રાઉન્ડમાં મુકાવી વધુ તપાસ હાથ ધરી હતી.

જોકે રાત્રીના સમયે અરવિંદ બારૈયા અને ચિંતન ગોહેલ સહિતના ૩ લોકો ત્યાં આવ્યા હતા અને ચોકીદારને ધમકી આપી સ્ક્રેપ ભરેલા પીકઅપ વાનને લઇ જઈ માલ કોઈ જગ્યાએ ખાલી કરી ફરી પીકઅપ વાન ત્યાં મૂકી નાસી છુટ્યા હતા.

જે અંગે રાજ્યવેરા કમિશ્નર કચેરીના નાયબવેરા કમિશ્નર પ્રીતેશ દુધાતે નિલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાકીદે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે અરવિંદ બારૈયા અને ચિંતન ગોહેલની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે સ્ક્રેપ ક્યાં છુપાવ્યો છે તેની પુછપરછ કરતા આપેલી માહિતી મુજબ ઈમ્તીહાજ હારૂનભાઈ કુરેશીની જગ્યામાંથી કોપર સ્ક્રેપ મળી આવતા તે કબજે લઇ ઈમ્તીહાજ હારૂનભાઈ કુરેશીની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Bhavnagar: કાળીયાબીડ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગેંગરેપ, 3 આરોપી પકડાયા

આ પણ વાંચોઃ સૌથી મોટી બેન્ક છેતરપિંડીઃ શક્તિસિંહ ગોહિલે કહ્યું વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">