AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: ખેડૂતો અને પશુપાલકો પર મોંઘવારીનો વધુ એક માર, ખોળના ભાવમાં 600 રૂપિયાનો વધારો ઝીંકાયો

સતત વધી રહેલી મોંઘવારીથી દૂધાળા પશુઓના આહાર પણ બાકાત રહ્યા નથી. પશુઓ માટેના ઘાસચારા અને ખોળમાં તોતિંગ ભાવ વધારો આવ્યો છે. ખોળના એક બાચકાનો ભાવ 1200 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે.

Bhavnagar: ખેડૂતો અને પશુપાલકો પર મોંઘવારીનો વધુ એક માર, ખોળના ભાવમાં 600 રૂપિયાનો વધારો ઝીંકાયો
Bhavnagar One more blow to farmers and pastoralists Livestock prices rose by Rs 600
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 8:17 AM
Share

ખેડૂતો (farmers) અને પશુપાલકોને વધુ એક મોંઘવારી (Inflation) નો માર સહન કરવાનો વારો આવ્યો છે. ખાતર બાદ હવે ખોળના ભાવમાં 600 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, જેથી ખોળના એક બાચકાના ભાવ 1 હજાર 200થી વધીને 1 હજાર 800 રૂપિયાએ પહોંચી ગયા છે. ખોળના ભાવમાં એક સાથે 600 રૂપિયા વધતાં પશુઓ (Animal) નો નિભાવ મુશ્કેલ બન્યો છે. પરિણામે ભાવનગર (Bhavnagar)  જિલ્લાના પશુપાલકો પશુઓને સડેલા શાકભાજી (Vegetables) ખવડાવવા મજબૂર બન્યા છે. પશુપાલકોનું કહેવું છે કે, એક તરફ પશુઓના નિભાવ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ દૂધના ભાવ નથી મળી રહ્યા જેથી તેમની મુશ્કેલી વધી છે.

સતત વધી રહેલી મોંઘવારીથી દૂધાળા પશુઓના દાણ પણ બાકાત રહ્યા નથી. પશુઓ માટેના ઘાસચારા અને ખોળમાં તોતિંગ ભાવ વધારો આવ્યો છે. ખોળના એક બાચકાનો ભાવ 1200 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. ત્યારે પશુઓનો નિભાવ પશુપાલક માટે ભારે મુશ્કેલ બન્યો છે. ભાવનગરમાં કેટલાક પશુપાલકો સડેલા શાકભાજી ખવડાવીને પોતાનાં પશુઓનો નિભાવ કરી રહ્યા છે.

કચ્છ સરહદ ડેરીએ દોઢ મહિનામાં બે વાર ખેડૂતોને દૂધમાં ભાવવધારાનો લાભ આપ્યો

કચ્છ સરહદ ડેરી સતત પશુપાલકોના હિત માટે કામ કરી રહી છે. અને આજે દૈનીક 5 લાખ લીટર દુધ એકત્રીકરણ તરફ આગળ વધી રહ્યુ છે. ગત મહિને પણ પશુપાલકોની માંગ બાદ સરહદ ડેરીએ પ્રતિ લીટર 1.50 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે હાલ ફરી જ્યારે પશુપાલકો માટે કપરો સમય છે ત્યારે સરહદ ડેરીએ ભાવ વધારો આપ્યો છે. આમ એકજ મહિનામાં 2.20 નો ભાવ વધારો પશુપાલકોને મળ્યો છે. એક તરફ ઉનાળાની શરૂઆત ઘાસ-પાણીની તંગી અને દુધ ઉત્પાદન પણ ઓછું થવાથી પશુપાલકો માટે કપરો સમય થશે. જોકે સ્થાળતંર સાથે પશુપાલકોનું મનોબળ મજબુત કરવાના ઉદ્દેશથી સરહદ ડેરીએ પશુપાલકોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. જેને પશુપાલકોએ પણ આવકાર્યો છે.

આ પણ વાંચોઃ Girsomnath: કેસર કેરીના રસિકો માટે આવ્યા માઠા સમાચાર, એક મહિનો મોડી આવશે કેરી

આ પણ વાંચોઃ અંબાજી જતાં પહેલાં જાણો આ વાત, ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">