અંબાજી જતાં પહેલાં જાણો આ વાત, ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

ગરમીના ઉકળાટમાં મધમાખી યાત્રિકોને હેરાન ન કરે તે માટે ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. આ પ્રતિબંધ હાલ 4 એપ્રિલ 2022 માટે જ છે.

અંબાજી જતાં પહેલાં જાણો આ વાત,  ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
Gabbar Darshan in Ambaji will be closed for visitors tomorrow afternoon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 7:06 AM

અંબાજી (Ambaji) માં ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થી (Visitors) ઓ માટે બંધ રહેશે, ગબ્બરગઢ ઉપર મધપૂડા ઉડાડવાની કામગીરીને લઈને બપોરે 3 વાગ્યા બાદ ગબ્બર ટોચ ઉપર યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ (Prohibition) લગાવાયો છે. ગરમીના ઉકળાટમાં મધમાખી યાત્રિકોને હેરાન ન કરે તે માટે ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અખંડ જ્યોતના દર્શન ગબ્બર તળેટીમાં પ્રવેશ દ્વાર ખાતે રાખવામાં આવશે. આ પ્રતિબંધ હાલ 4 એપ્રિલ 2022 માટે જ છે.

ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીન કારણે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર પરની જ્યોતના દર્શન કરવા આવતા હોય છે. બીજી બાજુ અત્યારે ભારે ગરમી પડી રહી છે ત્યારે મધમાખી કરડવાની શક્યતા વધી જાય છે. ગબ્બરમાં ઘણી જગ્યાએ મધપુડા અવેલા છે. જો ગબ્બર પર કોઈને મધમાખી કરડે તો તેમને તાત્કાલિક સારવાર આપવી મુશ્કેલ હોવાથી આ મધપુડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

નવરાત્રીના 9 દિવસનું મહત્વ

નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચોઃ સતત 13મી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.49 અને ડીઝલ 97.78 રૂપિયા પ્રતિ લિટર

આ પણ વાંચોઃ  Rajkot : ઉપલેટામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજતતુલા સંપન્ન, રજતતુલામાં મળેલા 1.15 કરોડ રૂપિયા જળસંગ્રહના કાર્યોમાં વપરાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">