ભાવનગર : મનપા તંત્રની ઘોર બેદરકારી, કળિયાબીડમાં ટાંકીનો સ્લેબ તૂટી ગયો હોવાછતાં રિપેરીંગ કરાતું નથી
ટીવી નાઈનના અહેવાલ બાદ મનપાના સ્ટે. કમિટીના ચેરમેન, સીટી એન્જીનીયર સહિત વોટર્સ વિભાગનો બહુ મોટો કાફલો ટાંકી એ પહોંચી તપાસ હાથ ધરી, હાલ પૂરતું ટાકીને ઢાંકવા માટે કામગીરી શરૂ કરાયેલ છે.
ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકાના (Corporation)શાસકો અને અધિકારીઓની ઘોર બેદરકારી (Negligence)સામે આવી છે. અને આ સંપૂર્ણ મનપાની બેદરકારી ટીવી નાઈન દ્વારા સામે લાવતા સમગ્ર તંત્ર દોડતું થયું છે. શહેરના કળિયાબીડ વિસ્તારમાં આવેલ દિલ બહાર ટાંકીનો ઉપરનો સ્લેબ છેલ્લા એક મહિનાથી તૂટી ગયો હોવા છતાં મનપા તેને નથી રીપેર કરાવતા અને નથી ઢાંકતા અને લોકોને દૂષિત પાણી પાઈ રહ્યા છે. જ્યારે ટીવી નાઈન દ્વારા ટાંકી ઉપરના ડ્રોનથી ફોટો વીડિયો બહાર લાવતા સમગ્ર ઘટના બહાર આવવા પામી છે.
ભાવનગર મહાનગરપાલિકાના કળિયાબીડ અને આજુબાજુના વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા દિલબહાર નામથી ટાંકી બનવવામાં ત્રીસ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. આ ટાંકીની પાણી સંગ્રહ કેપિસિટી 17 લાખ લીટર છે. અને કળિયાબીડની અનેક સોસાયટીમાં એક લાખથી વધારે લોકોને પીવાનું પાણી નિયમિત સપ્લાય થાય છે. ત્યારે આ ટાંકીનો ઉપરનો બહુ મોટો સ્લેબ તૂટી ગયાને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં વોટર વિભાગના કર્મચારીઓને જાણ હોવા છતાં આ ટાંકીને રીપેર કરવા કે ઢાંકવાની તસ્દી મનપા લઇ રહ્યું નથી. અને લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે. કારણકે ઉપરનો સ્લેબ તૂટીને લોખંડ સહિતનો કાટમાળ પાણીમાં ગરકાવ છે. હવામાં ઉડતી ધૂળની રજો પાણીમાં જઈ રહી છે. બાજુમાં વિક્ટોરિયા પાર્ક હોવાને લીધે પક્ષીઓ ખુબજ મોટી સંખ્યામાં ટાંકીની ઉપર બેસતા પક્ષીઓની ચરક પાણીમાં ભળી રહી છે અને આ દુષિત પાણી મનપાની પોલમ પોલના લીધે લોકોને પાઇ રહ્યું છે.
ટીવી નાઈનના અહેવાલ બાદ મનપાના સ્ટે. કમિટીના ચેરમેન, સીટી એન્જીનીયર સહિત વોટર્સ વિભાગનો બહુ મોટો કાફલો ટાંકી એ પહોંચી તપાસ હાથ ધરી, હાલ પૂરતું ટાકીને ઢાંકવા માટે કામગીરી શરૂ કરાયેલ છે. જોકે ટાંકી ત્રીસ વર્ષ જૂની હોવાથી સમગ્ર ટાંકીની સ્થિતિ ચેક કરવી ખૂબ જરૂરી છે. ટાંકી મુખ્ય રસ્તા પર આવેલી હોવાથી જો ધરાશાયી થાય તો જાનહાની પણ થઈ શકે માટે મનપાના શાસકો ટાંકીની સંપૂર્ણ સ્થિતિ નિષ્ણાતો પાસે ચેક કરાવવી ખુબજ જરૂરી છે.
આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર નાણાંનો વરસાદ, બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 250 કરોડ સુધી પહોંચ્યું
આ પણ વાંચો : અમદાવાદ : લૂંટેરી દુલ્હને લીધો યુવકનો ભોગ ! લગ્નના દસ દિવસ બાદ દાગીના લઈ ફરાર