‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર નાણાંનો વરસાદ, બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 250 કરોડ સુધી પહોંચ્યું

'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ પર નાણાંનો વરસાદ, બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 250 કરોડ સુધી પહોંચ્યું
The Kashmir Files Poster (File Image)

'ધ કાશ્મીર ફાઇલ્સ' એ આ વર્ષે પેન્ડેમિક એરામાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મને થિયેટરોમાં નિહાળવા લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ એક પછી એક ઘણા રેકોર્ડ્સ તોડી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 28, 2022 | 6:08 PM

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર અત્યારે ધૂમ કમાણી કરી રહી છે અને હવે તે ₹250 કરોડની ક્લબમાં પ્રવેશી છે. આ ફિલ્મે માત્ર સારો વેપાર કર્યો છે, એવું જ નહીં પરંતુ તેના શાનદાર પ્રદર્શને ફિલ્મ ઉદ્યોગને પણ આશ્ચર્યચકિત કરી દીધું છે. ગત તા. 11/03/2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હાલમાં ₹250 કરોડની ક્લબમાં પ્રવેશી ચુકી છે. કોરોના મહામારી (Covid-19) પછીના યુગમાં સૌથી વધુ કમાણી કરનારી આ હિન્દી ભાષાની ફિલ્મ બની ચુકી છે.

અમે તમને જણાવી દઈએ કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ અત્યારે તેની રિલીઝ પછીના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ કરી ચુકી છે, અને વૈશ્વિક સ્તરે રૂપિયા 250 કરોડથી પણ વધુનો બિઝનેઝ આ ફિલ્મે કરી લીધો છે.

બોલીવુડના જાણીતા અભિનેતા અનુપમ ખેર (Anupam Kher) અને મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દર્શકોના દિલને સ્પર્શી ગઈ છે. આજે તેની રિલીઝના 17 દિવસ બાદ પણ આ ફિલ્મનો ક્રેઝ લોકોમાં યથાવત છે. આ ફિલ્મના ઈમોશનલ ફેકટરને કારણે લોકો થિયેટર તરફ ખેંચાઈ રહ્યા છે, તેથી આ ફિલ્મનું  વૈશ્વિક બોક્સ ઓફિસ કલેક્શન આજે રૂપિયા 250 કરોડને વટાવી ચૂક્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે, જેમાં જણાવાયું છે કે તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રૂ. 250 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

જાણો ફિલ્મનું અત્યાર સુધી કેટલું કલેક્શન થયું?

હાલમાં, આ ફિલ્મનું કલેક્શન જોઈએ તો, ગઈકાલે (27/03/2022) 252.45 કરોડ રૂપિયાને પાર કરી ચૂક્યું છે. જેમાં, ભારતમાં રૂ. 7 કરોડ 60 લાખ અને વિદેશમાં રૂ. 2.15 કરોડ બોક્સ ઓફિસ કલેક્શન જણાઈ રહ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે, વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ ગત તા. 11/03/2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. કાશ્મીરી હિન્દુઓની દુર્ઘટના પર બનેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ ભાવુક બનાવી રહી છે. આ ફિલ્મમાં પલ્લવી જોષી, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર જેવા મજબૂત કલાકારો છે, અને આ તમામ કલાકારોનો મંત્રમુગ્ધ અભિનય ચાહકોને રડાવી રહ્યો છે.

જો કે, હાલમાં ફિલ્મ ‘RRR’ પણ આ અઠવાડિયે રિલીઝ થઈ છે.  જાણીતા ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે, ”RRR ફિલ્મને કારણે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનું કલેક્શન પ્રભાવિત થયું છે. RRRની સ્ક્રીન વધી છે, જેના કારણે આ ફિલ્મને વધુ જગ્યા મળી છે. શનિવાર અને રવિવારના દિવસે ધ કાશ્મીર ફાઈલ્સમાં ઉછાળો આવી શકે છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મનું કન્ટેન્ટ એટલું જોરદાર છે કે આ ફિલ્મની સામે અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને દર્શકોએ બહુ ધ્યાન આપ્યું ન હતું. આવી પરિસ્થિતિમાં, અક્ષય કુમારે (Akshay Kumar) પોતે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, આ ફિલ્મના કારણે તેની ફિલ્મ ડૂબી ગઈ. જે અંગે વિવેક અગ્નિહોત્રીએ આ પ્રામાણિક પ્રશંસા પર હાથ જોડીને અક્ષય કુમારનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો – Akshay Kumarને બચ્ચન પાંડે’ ના ચાલવાનું દુઃખ, કહ્યું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ મારી ફિલ્મ ડુબાડી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati