AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : વરસાદમાં વીજ કરંટ લાગવાને કારણે માતા અને પુત્રનાં થયાં મોત

ભાવનગરમાં પણ બફારા અને ઉકળાટ બાદ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ધીરે ધીરે કાળા ડિંબાગ વાદળો ઊમટી આવ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગરના કાળિયાબીડ, વાઘાવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

Bhavnagar : વરસાદમાં વીજ કરંટ લાગવાને કારણે માતા અને પુત્રનાં થયાં મોત
ભાવનગરમાં વીજ કરંટથી માતા પુત્રનું મોત (સાંકેતિક તસ્વીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 9:06 AM
Share

રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર  (Bhavnagar) સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં પણ બફારા અને ઉકળાટ બાદ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ધીરે ધીરે કાલા ડિંબાગ વાદળો ઊમટી આવ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગરના કાળિયાબીડ, વાઘાવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ  દરમિયાન વરસાદી વાતાવરણમાં અર્થિંગ આવવાને કારમે શહેરના ભરતનગર વિસ્તારમાં  માતા અને  પુત્રને  કરંટ લાગતા બંનેનું મોત થયું હતું. નોંધનીય છે કે   ભાવનગર શહેર અને જિલ્લામાં  સતત ત્રીજા દિવસે મોડી સાંજથી વરસાદી (Rain) માહોલ જામ્યો હતો અને વલ્લભીપુર તથા ઉમરાળામાં ગગનભેદી વીજ કડાકા અને પવન સાથે નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો જ્યારે સિહોરમાં પોણો ઇંચ તેમજ ભાવનગર શહેર અને ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે  વરસાદ વરસ્યો હતો.

વરસાદમાં વીજ કરંટથી માતા અને પુત્રનાં  મોત

રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં પણ બફારા અને ઉકળાટ બાદ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ધીરે ધીરે કાલા ડિંબાગ વાદળો ઊમટી આવ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગરના કાળિયાબીડ, વાઘાવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદી વાતાવરણ દરમિયાન ભાવનગરના ભરતનગર વિસ્તારમાં માતા અને પુત્ર અર્થિંગના કારણે કરંટ લાગતા મોતને ભેટયા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ઘરની નજીક આવેલા વીજપોલમાંથી અર્થિંગ આવવાને કારણે પહેલા માતાને કરંટ લાગ્યો હતો ત્યાર બાદ માતાને બચાવવા જતા પુત્રને પણ કરંટ લાગ્યો હતો અને બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે તે દરમિયાન બંનેનું મોત થયું હતું.

Heavy rain in bhavnagar

ભાવનગરમાં વીજ કરંટના કારણે માતા અને પુત્રનું થયું મોત

આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે.આજે અને આવતીકાલે વરસાદનું જોર વધવાની શક્યતા છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, (navsari) ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે.તો સૌરાષ્ટ્રમાં (saurashtra) અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના સેવાઈ રહી છે.

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">