Bhavnagar : બોટાદના મોટાભાગના ડેમ ખાલીખમ, ઉનાળા પહેલા જળસંકટની ભીતિ- Video

|

Oct 16, 2023 | 10:45 PM

Bhavnagar: બોટાદના મોટાભાગના ડેમ ખાલીખમની સ્થિતિ છે. ત્યારે જિલ્લામાં ઉનાળા પહેલા જ જળસંકટ ઉભુ થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યાં પાણી ભરેલા છે ત્યા લોકોને પાણીની અછત નહીં સર્જાય પરંતુ જ્યાં ડેમના તળિયા દેખાઈ ગયા છે ત્યા ઉનાળામાં જળસંકટ સર્જાઈ શકે છે. આ જળસંકટ ન સર્જાય તેને લઈને તંત્ર દ્વારા શું કોઈ આગોતરી તૈયારી કરાઈ છે કે કેમ તેને લઈને સવાલ થઈ રહ્યા છે.

Bhavnagar: ચોમાસુ આમ તો સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયું છે પણ તોય ભાવનગર અને બોટાદના મોટાભાગના ડેમ હજુ ખાલી જોવા મળી રહ્યા છે. જ્યાં પાણી ભરાયા છે ત્યાં તો લોકોને પીવાના પાણીની તકલીફ નહીં પડે પરંતુ જ્યાં ડેમોના તળિયા માંડ ઢંકાય એટલું જ પાણી છે ત્યાં ઉનાળામાં શું થશે ? એ વિચારે જ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.

22 પૈકી માત્ર 5 ડેમ 100 ટકા ભરાયા

બોટાદ જિલ્લાના મોટાભાગના ડેમ ખાલી જોવા મળી રહ્યાં છે. કેટલાક ડેમમાં પાણીની સારી આવક થઈ છે. જ્યારે કેટલાક ડેમના હજુ તળિયા માંડ ઢંકાયા છે. બંને જિલ્લાના 22 ડેમમાંથી હજુ માત્ર 5 ડેમ 100 ટકા ભરાયા છે. જે ડેમ 100 ટકા ભરાયા છે. તેમાંથી પણ પાણીના વપરાશ અને કેનાલમાં છોડવાને કારણે સપાટી ઘટી રહી છે. ઉતાવળી, માલપરા, ખારો, માલણ, રંઘોળા, લીંબાળી, હમીરપરા, હણોલ, પીંગળી, ભીમડાદ સહિત દસ ડેમમાં 50થી 90 ટકા જળસંગ્રહ છે.

જિલ્લામાં કુલ 22 ડેમો

  • 5 ડેમોમાં 100 ટકા પાણી ભરાયું
  • રજાવળ, લાખણકા, કાનીયાડ, ગોખા, ઘેલો, સુખભાદર
  • જસપરા સહિતના ડેમમાં હજુ 50 ટકા પણ પાણી ભરાયા નથી
  • 7માંથી 4 ડેમ એવા છે જે 30 ટકા પણ ભરાયા નથી
  • ખાંભળા, કાળુભાર અને શેત્રુંજી સહિત 5 ડેમોમાં જ 100 ટકા પાણી

કેટલાક ડેમોમાં પાણીની સારી આવક પણ થઈ છે, કેટલાક ડેમના હજુ તળિયા માંડ ઢંકાયા છે..

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

કયા ડેમમાં કેટલું પાણી ?

  • માલપરા 82.61 ટકા
  • લિંબાળી 71.70 ટકા
  • માલણ 69.41 ટકા
  • ખારો 66.58 ટકા
  • પિંગલી 53.08 ટકા
  • હમિપરા 51.49 ટકા
  • હનોલ 50.89 ટકા
  • લાખણકા 33.97 ટકા
  • કાનીયાડ 33.79 ટકા
  • રજાવળ 25.91 ટકા
  • ગોખા 21.91 ટકા

આ પણ વાંચો: Ahmedabad: ઈઝરાયેલના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા રાજનગર સોસાયટીના નાગરિકો, બેનરો સાથે યોજી મૌન રેલી- Video

જે ડેમો 100 ટકા ભરાઈ ગયા છે તે વિસ્તારના લોકોને તો પાણીના મામલે રાહત થશે પરંતુ જેમાં 50 ટકા કે 30 ટકા જ પાણી છે તેમના માટે સ્થિતિ કેવી થશે ? અધિકારીના મતે તો ડેમો ભલે નથી ભરાયા પણ ખાસ કંઈ ફિકર કરવા જેવું નથી. અધિકારીના હિસાબે તો ચિંતા કરવા જેવી નથી. કેમકે એના માટે તંત્ર તૈયાર છે. હાલ તો સરકારી તંત્રના ભરોસે બેસીને લોકોને પાણી મળશે કે પછી ટળવળવું પડશે તે જોવાનું રહેશે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:38 pm, Mon, 16 October 23

Next Article