AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : અલંગમાં વાવાઝોડા અને એમોનિયા લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

Bhavnagar : અલંગમાં વાવાઝોડા અને એમોનિયા લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 24, 2023 | 8:46 PM
Share

અલંગમાં વાવાઝોડા બાદ પ્લોટ નંબર 10 ખાતે એમોનિયા લીકેજ અંગે  એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ   કુદરતી તેમજ માનવસર્જિત આફત અંગે યોજાઈ હતી. ભાવનગરના અલંગ ખાતે આવેલા 120 કિમી ઝડપે આવેલા વાવાઝોડા બાદ પ્લોટ નંબર 10 માં એમોનિયા ગેસ લીકેજ છે તેવા સમાચાર મળતા ભાવનગર જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ. જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. અલંગ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પ્લોટ આવેલા હોઈ તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોઈ કેમિકલ લીકેજ થાય તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી.

નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

જેમાં ફાયર ફાઇટર, 108  એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ તાબડતોડ દોડી આવીને એમોનિયા ગેસ લીકેજ  પર કાબૂ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

આ મોકડ્રીલમાં ભાવનગર જિલ્લાના ડિઝાસ્ટર ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, એન. ડી. આર. એફ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણકુમાર, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર દિપક બાબુ, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર અજય કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર  કેપ્ટન રાકેશ મિશ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તંત્ર આપત્તિ સામે લડવા કેટલું તૈયાર છે તેની પણ જાણકારી મળે છે

તંત્ર  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારની મોકડ્રિલ આયોજિત કરવાને લીધે કુદરતી તેમજ કૃત્રિમ આપત્તિ સમયે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કેવી રીતે કામકાજ કરવામાં આવે છે તેની લોકોને જાણ થાય છે  તેમજ તંત્ર આપત્તિ સામે લડવા કેટલું તૈયાર છે તેની પણ જાણકારી મળે છે.

આ પણ  વાંચો:  Gujarati Video: દ્વારકામાં ભૂરાયાં થયેલા આખલાના આતંકથી માલમત્તાને ભારે નુકસાન, જુઓ વાયરલ Video

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">