Bhavnagar: પાછોતરા વરસાદથી ખેડૂતો થયા બેહાલ, પાકને વ્યાપક નુકસાન

|

Oct 10, 2022 | 10:06 PM

ખેડૂતોએ કપાસ, મગફળી અને ડુંગળીની ખેતી કરી હતી અને  સારા પાકની આશા સેવી હતી. સારો વરસાદ થવાથી નદી, નાળા અને ડેમ ભરાઈ ગયા હતા તેમજ  પાણીના તળમાં પણ સુધારો થતાં ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ભારે ફાયદો થવાની શક્યતાઓ હતી પણ કમનસીબે નવરાત્રિ બાદ જે  પ્રકારે વાતાવરણ બદલાયું અને વરસાદની ધમધોકાર ઇનિંગ જોતા ખેડૂતોની સામે જ પાક પલળી  ગયો.

Bhavnagar: પાછોતરા વરસાદથી ખેડૂતો થયા બેહાલ, પાકને વ્યાપક નુકસાન
ભારે વરસાદને કારણે ઉભા પાકને નુકસાન

Follow us on

ભાવનગરમાં  (Bhavnagar) પાછોતરા વરસાદને કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે કારણ કે ઉભા પાક પર માવઠું થતા પાકને નુકસાન થયું છે. પાછોતરા વરસાદને કારણે મહામુલો પાક નષ્ટ થઈ જતા આર્થિક નુક્સાની તરફ ખેડૂતો દેખાઈ રહ્યાં છે. સ્થિતિને જોતા ખેડૂતોને એક સાંધે ત્યા તેર તૂટે જેવી હાલત થઈ રહી છે. ચોમાસાની  (Monsoon 2022) સિઝનમાં ભાવનગરમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ (Rain) પડ્યો હતો અને મેઘરાજાની કૃપા એવી વરસી કે ખેડૂતોના ચહેરા પર સ્મિત હતું કે આ વખતે ખૂબ સારા પ્રમાણમાં પાક તૈયાર થશે અને સારી કમાણી પણ મળી રહેશે, પરંતુ ખેડૂતોને ક્યાં ખબર હતી કે આ મહેર મહેનતનું ફળ આપનારી નહીં પણ નુક્સાની ભોગવનારી સાબિત થશે.

ખેડૂતોએ કપાસ, મગફળી અને ડુંગળીની ખેતી કરી હતી અને સારા પાકની આશા સેવી હતી. સારો વરસાદ થવાથી નદી, નાળા અને ડેમ ભરાઇ ગયા હતા તેમજ  પાણીના તળમાં પણ સુધારો થતાં ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ભારે ફાયદો થવાની શક્યતાઓ હતી પણ કમનસીબે નવરાત્રિ બાદ જે  પ્રકારે વાતાવરણ બદલાયું અને વરસાદની ધમધોકાર ઈનિંગ જોતા ખેડૂતોની સામે જ પાક પલળી  ગયો અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ. પાછોતરા વરસાદને કારણે મહામુલો પાક નષ્ટ થઇ જતા આર્થિક નુક્સાની તરફ ખેડૂતો દેખાઇ રહ્યાં છે આ સ્થિતિને જોતા ખેડૂતોને એક સાંધે ત્યા તેર તૂટે જેવી હાલત થઈ રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ કુદરતની થપાટ છે, જ્યાં વરસાદે તેમને આશ જગાડી અને આ જ વરસાદે તેમને રડતા પણ કરી નાંખ્યા છે. ત્યારે ખેડૂત હવે સરકારની સામે આશા રાખીને બેઠા છે અને કહી રહ્યાં છે કે કંઈક મદદ કરો. ખેડૂતો જણાવી રહ્યાં છે કે નુક્સાની સામે સરકારી સહાય જો મળે તો આ વિપરીત પરિસ્થિતીમાંથી ઉગરી શકીએ છીએ તો બીજી તરફ  કેટલેક ઠેકાણે માર્કેટિંગ યાર્ડમાં રહેલો પાક પણ પલળી જતા ખેડૂતોને હવે તે પાકના વેચાણની  અને આર્થિક વળતરની ચિંતા પણ  સતાવી રહી છે.

રાજ્યમાં હજુ પણ વાદળછાયા વાતાવરણ રહેવાની શકયતા સેવાઈ રહી છે અને આગામી દિવસો દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં  હળવાથી ભારે વરસાદી ઝાપટા આવી શકે  છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે  હવે માવઠાની શકયતા નથી, પરંતુ  રાજ્યમાં થોડા  દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

Published On - 10:05 pm, Mon, 10 October 22

Next Article