AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર: ગારીયાધારમાં યુવકના ત્રાસથી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, છેલ્લા એક મહિનામાં 4 દીકરીઓએ ગુમાવ્યા જીવ

Bhavnagar: જિલ્લામાં દીકરીઓની અસાલમતીના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં અસામાજિક તત્વોના ત્રાસથી 4 દીકરીઓએ જીવ ગુમાવ્યા છે. જેમા ગારિયાધારમાં યુવકના ત્રાસથી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

ભાવનગર: ગારીયાધારમાં યુવકના ત્રાસથી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, છેલ્લા એક મહિનામાં 4 દીકરીઓએ ગુમાવ્યા જીવ
યુવકના ત્રાસથી ગારિયાધારની યુવતીનો આપઘાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 7:35 PM
Share

ભાવનગર શહેર અને જિલ્લામાં દીકરીઓ અસલામત હોય તેવા અનેક કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં અસમાજીક તત્વોની પજવણીથી જિલ્લામાં 4 દીકરીઓએ જીવ ગુમાવ્યા છે. ગારીયાધારના ઠાસા ગામે યુવકના ત્રાસથી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. અગાઉની વાત કરીએ તો હાથબ ગામમાં 18 વર્ષીય યુવતીએ યુવકના ત્રાસથી ઝેરી દવા પીઈને અગ્નીસ્નાન કર્યું હતું.

બીજી તરફ સિહોરના સુરકા ગામે સગીર વયની દીકરીને ત્રણ માથાભારે અસામાજીક તત્વોએ પરેશાન કરતા ઝેરી દવા પી પાણીના ટાંકામાં પડી ગઈ હતી. આ સિવાય ભાવનગર શહેરમાં એક ભિક્ષુકે ફુટપાથ પર રહેતી બાળકીનું અપહરણ કરી હત્યા નિપજાવી હતી. ભાવનગરના પાનવાડી રોડ પર ફૂટપાથ પર રહેતા પરિવારની બે વર્ષીય બાળકીનું પાંચ દિવસ પહેલા અપહરણ થયા બાદ આજે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે.

માસૂમ બાળકીનું અપહરણ થયા બાદ પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આજે આરોપીની પૂછપરછ કરતા તેને નવાબંદર પાસે બાળકીની હત્યા કરી લાશ ફેંકી હોવાની કબૂલાત આપતા પોલીસે ઘટનસ્થળ પર પહોંચી બાળકીનો મૃતદેહ કબજે કર્યો હતો.

આ પણ વાંચો: Video: ભાવનગરમાં તાવ-શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યા વધી, 14 આરોગ્ય કેન્દ્રોમાં વાયરલના 1800થી વધુ દર્દીઓ

ભાવનગરના ગારીયાધારના ઠાસા ગામે યુવકના ત્રાસ અને બ્લેકમેઇલિંગથી એક યુવતીએ આપઘાત કર્યો. યુવતીએ સુસાઈડ નોટમાં સચિન વોરા નામનો યુવાન હેરાન કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે પોલીસે આરોપી સચિન વોરાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવતીના ફોટો અને વીડિયો આધારે યુવક બ્લેકમેઈલ કરતો હતો.

યુવતીના ભાઈના મોબાઈલ પર યુવકે ફોટોઝ મોકલ્યા હતા. અનેકવાર યુવતીના પરિજનોએ યુવકના પરિવારને ના પાડી હતી. છતા ત્રાસ વધતા યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તમામ બનાવોમાં પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી તપાસ ચાલું કરી છે. પરંતુ હેરાનગતીથી દીકરીઓના મોતની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી.

આ તરફ ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક નાગરિકનું મોત થયુ છે. કુંભારવાડા વિસ્તારમાં 63 વર્ષીય આધેડ પોતાની દીકરીના ઘરે જતા હતા તે સમયે ગાયે તેમને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાગ્રસ્ત થતા આધેડને હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડનું મોત થઇ ગયુ છે. અચાનક ઘરના મોભીનું મોત થતા પરિવાર શોકમગ્ન છે અને ન્યાય માગી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">