Bhavnagar: પાલીતાણામાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયું ઇફકો સહકારી સંમેલન

Bhavnagar: પાલીતાણામાં ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજાયુ હતુ. જેમા તેમણે જણાવ્યુ કે જે ગામના ખેડૂતો માત્ર નેનો યુરિયાનો ઉપયોગ કરશે, તે ગામને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે.

Bhavnagar: પાલીતાણામાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયું ઇફકો સહકારી સંમેલન
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 13, 2023 | 4:06 PM

ભાવનગરના પાલિતાણામાં ઈફકો સહકારી સંમેલન યોજાયુ હતુ. જેમા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં આજે ભારતમાં બનતા નેનો યુરિયાની માગ વધી છે તો સાથો સાથ ભારતમાં ખેડૂતો યુરિયા કરતા સસ્તા ભાવે નેનો યુરિયા ખરીદી કરીને તેનો ઉપયોગ કરે છે. તેઓ ભાવ સસ્તો હોવાને લીધે બચત કરતા થયા છે.

સંપૂર્ણપણે નેનો યુરિયાનો ઉપયોગ કરનાર ગામને મળશે 5 લાખની ગ્રાન્ટ: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

મંત્રી એ વધુમાં જણાવ્યું હતુ કે, જે ગામમાં યુરિયાની એક પણ થેલી વેચાય નહી અને નેનો યુરીયાનો જ ઉપયોગ બધા ખેડૂતો કરશે, એ ગામને પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે હતું. ખેડૂતોને યુરિયાનો વપરાશ કરવાથી જે ઉત્પાદન આવે એ જ નેનો યુરિયાના વપરાશથી થાય છે એમાં ઘટાડો થયો નથી, આવનારા નવા બદલાવને લોકોએ સ્વીકારવો જોઈએ.

ગુજરાતમાં બનેલા નેનો યુરિયાને દેશ-વિદેશમાં માગ- દિલીપ સંઘાણી

આ તકે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, વિદેશથી આયાત કરેલ યુરિયા ખેડૂતો સુધી પહોંચતા ખૂબ જ મોંઘુ ના પડે તેથી સરકાર સબસિડી આપે છે તો પણ ખેડૂતોને યુરિયા મોંઘુ પડતું હોય છે. એ ધ્યાને આવતા મેક ઈન ઈન્ડિયા અંતર્ગત દેશમાં જ યુરિયા બનાવવાનો વિચાર દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવ્યો. આમ ભારતમાં જ યુરિયાનું ઉત્પાદન થાય તે કામ ખૂબ જ અઘરું હતું ત્યારે ઇફકોએ આગેવાની લીધી. આજે આપણે ગુજરાતમાં જ નેનો યુરિયા બનાવી શકીએ છીએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ તકે ઉપસ્થિત ઇફકો ન્યુ દિલ્હીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે દેશમાં જ નેનો યુરિયા ખાતર બનાવવાની પહેલ શરૂ કરી છે એટલે હવે ઇફકો દ્વારા બનાવેલ નેનો યુરિયાથી હવે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડશે નહિ.

આ પણ વાંચો: ભાવનગર : મનપાએ રૂ.96.27 કરોડનું પુરાંતવાળું બજેટ કર્યું મંજૂર, સત્તાધિશો જૂના પ્રોજેક્ટ પૂર્ણ કરે તેવી લોકમાગ ઉઠી

આ સંમેલનમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ના પ્રમુખ કેશુભાઈ નાકરાણી, ભાવનગર જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ ઘનશ્યામ સિહોરા, ઇફકો ન્યુ દિલ્હીના માર્કેટિંગ ડિરેક્ટર યોગેન્દ્ર કુમાર, પાલીતાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના પ્રમુખ નાગજીભાઈ વાઘાણી, ઇફકોના સ્ટેટ માર્કેટિંગ મેનેજર  એન એમ ગજેરા તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">