Bhavnagar: દરિયાકિનારાના લોકો જીવે છે ભયના ઓથાર હેઠળ, પ્રોટેક્શન દિવાલ બનવાની વર્ષોથી જોઇ રહ્યા છે રાહ

|

Jun 22, 2022 | 1:33 PM

બારેમાસ ભાવનગરનું (Bhavnagar) ઘોઘા ગામ દરિયાઇ પાણીથી જાણે હલેસા મારતુ રહે છે. કિનારાના ગામડાઓ દરિયા સામે જાણે ખુલ્લા પડી ગયા છે. અહીં પ્રોટેક્શન દિવાલ જ નથી.

Bhavnagar: દરિયાકિનારાના લોકો જીવે છે ભયના ઓથાર હેઠળ, પ્રોટેક્શન દિવાલ બનવાની વર્ષોથી જોઇ રહ્યા છે રાહ
ભાવનગરના ઘોઘામાં દરિયાકિનારે જર્જરિત પ્રોટેક્શ વોલ

Follow us on

ભાવનગરમાં (Bhavnagar) દરિયાકિનારે (sea ​​shore )રહેતાં લોકો આજકાલ અંગ્રેજોને યાદ કરી રહ્યા છે. કારણ કે 1930માં અંગ્રેજોએ બનાવેલી પ્રોટેક્શન વોલ (Protection Wall) ધીમે ધીમે તૂટી ગઈ અને હવે પાણી ઘરોમાં ઘૂસી રહ્યા છે. તેમને આશા હતી કે આઝાદી પછી આટલા વર્ષે તેમને પ્રોટેક્શન વોલ તો બનાવી આપવામાં આવશે જેનાથી 2000 પરિવારોને રક્ષણ મળશે પણ. તેમની આશા ઠગારી નિવડી છે.

ભાવનગરમાં ઘોઘાના દરિયા કિનારે વસતા લોકોની વાસ્તવમાં જુદી જ દુનિયા છે. કેમકે વરસાદ હોય કે ના હોય, દરિયો તોફાની બને કે ના બને, વાવાઝોડું આવે કે ના આવે..તોય બારેમાસ આ ગામ દરિયાઇ પાણીથી જાણે હલેસા મારતુ રહે છે. કિનારાના ગામડાઓ દરિયા સામે જાણે ખુલ્લા પડી ગયા છે. અહીં પ્રોટેક્શન દિવાલ જ નથી. અંગ્રેજોના શાસનકાળમાં વર્ષ 1930માં દિવાલ બનાવવામાં આવી હતી. આ પ્રોટેક્શન દિવાલના કારણે ભરતી હોય તો પણ પાણી માનવ વસાહત સુધી નહોતુ આવતુ. પણ સમય વિત્યો તેમ દિવાલ તબક્કાવાર પડતી રહી અને કેટલાક વર્ષો પહેલા આવેલા વાવાઝોડામાં આ દિવાલ સંપુર્ણ ધરાશાયી થઇ ગઇ હતી. ત્યારથી લઇને આજદિન સુધી લોકો હેરાન થતા આવ્યા છે.

ગામ લોકોએ પંચાયતથી લઇને કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય, તમામને રજૂઆત કરી ચૂક્યા છે. જો કે અંગ્રેજોના કાળમાં જે સુરક્ષા લોકોને આપવામાં આવી હતી. તે સુરક્ષા આઝાદ ભારતમાં જાણે નામશેષ થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. ગાંધીનગર આંદોલન કરવામાં આવ્યા છતા પણ કામ નથી થઇ રહ્યુ. ત્યારે લાચાર બનેલા લોકો હવે પૂછી રહ્યા છે કે અમને રક્ષણ મળશે ખરુ ?

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

તંત્ર દ્વારા સ્થાનિકોને વારંવાર કામ થઇ જશે એવા ઠાલા વચનો આપવામાં આવે છે. જેના કારણે સ્થાનિકો તો તંત્રના જવાબથી ગુંચવાયા છે જ પણ, વહીવટીતંત્ર ક્યાં કનફ્યુઝ થાય છે અને કેવી રીતે અલગ અલગ વિભાગો વચ્ચે ખો રમાઈ રહી છે. બીજી તરફ આ લોકોની કમનસીબી તો જુઓ 22 વર્ષ જુની સમસ્યાને લઇને હજુ સુધી દિવાલ માટે એક પત્થર નથી મુકાયો. જી પણ જો વહેલી તકે આ દિવાલ ના બની તો લોકોને અન્ય જગ્યા પર સ્થળાંતરીત થવા મજબૂર થવું પડશે.

એક તરફ આક્રોશ અને બીજી તરફ ભરોસો. 22 વર્ષથી દિવાલ તૂટેલી હાલતમાં છે. સ્થાનિકોતો ભલામણો કરીને થાક્યા ત્યારે સવાલ થઇ રહ્યો છે કે નામશેષ થઇ ગયેલી દિવાલ બનશે ક્યારે ? અંદરોઅંદરના ડખાથી તંત્ર ક્યારે મુક્ત થશે ? અને દરિયાના ભારે મોજાના કારણે જો જાનહાનિ થાય તો કોણ જવાબદાર ?

(વીથ ઇનપુટ- અજીત ગઢવી, ભાવનગર)

Next Article