Bhavnagar : સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડનું કૌભાંડ ! રજિસ્ટરમાં 57 ગાર્ડની હાજરી સામે માત્ર 30 ગાર્ડ હાજર
Bhavnagar: સરટી હોસ્પિટલની લાલિયાવાડીનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે સિક્યોરિટી ગાર્ડના કૌભાંડનો એક નવો વિવાદ સામે આવ્યો છે. મડદાંને શ્વાન ચૂંથવાના વિવાદ બાદ હોસ્પિટલમાં સિક્યોરિટી ટાઈટ કરાઈ હોવાના દાવા તો કરાયા પરંતુ આ સિક્યોરિટી ગાર્ડની નિમણુકમાં પણ મસમોટુ કૌભાંડ ચાલી રહ્યુ હોવાના ચોંકાવનારા ખૂલાસા આધારભૂત સૂત્રો દ્વારા થઈ રહ્યા છે.
Bhavnagar: બેજવાબદારી, બેદરકારી અને લાલિયાવાડીનો પર્યાય બની ગયેલી સર ટી હોસ્પિટલનો વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. સરટી મૃતદેહને ફાડી ખાવાની ઘટના પર tv9ના અહેવાલ પછી ગત રાત્રે ગાંધીનગરથી હેલ્થ ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓની ટીમ આવી હતી. આ ટીમે દ્વારા હોસ્પિટલમાં આખી રાત સવારના પાંચ વાગ્યા સુધી તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. આ તપાસમાં મુખ્ય અધિકારીઓએ રિયાલિટી ચેક હાથ ધરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સ્થળ પર જે ગાર્ડ નોકરી પર હાજર હતા તે માત્ર 30 હતા જ્યારે ચોપડામાં સત્તાવાર રીતે 57 ગાર્ડની હાજરી બતાવવામાં આવી હતી.
સર ટીમાં આઉટ સોર્સિંગ સ્ટાફમાં કૌભાંડ?
57 ગાર્ડ હોય તો 17 ગાર્ડ ક્યાં ગયા? તે સવાલ થયા વિના રહેતો નથી. આ સવાલનો જવાબ શોધવામાં આવ્યો, તો દેખાયું કે ગયા મહિને આઉટસોર્સિંગથી કામ કરતાં 210 સિક્યોરિટી ગાર્ડને પગાર ચૂકવાયો છે. જ્યારે હકીકતમાં 120 જ ગાર્ડ છે. 90 ગાર્ડનો પગાર કોને ચુકવાયો ? આ મુદ્દો ચોક્કસથી તપાસ માગી લેનારો છે કારણ કે, સરટી હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ, નર્સ અને સફાઈ કામદારો સહિત આશે 700થી વધુ કર્મચારીઓ આઉટસોર્સિંગ એજન્સીથી કામ કરે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે, આ માટે એક જ કંપનીને વર્ષોથી કોન્ટ્રાક્ટ અપાય છે. ત્યારે એ સવાલ પણ ચોક્કસથી થાય કે શા માટે વર્ષોથી પેધી ગયેલા કોન્ટ્રાક્ટરોની એકની એક એજન્સીને કામ આપવામાં આવે છે ?
શા માટે પેધી ગયેલ એકની એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે?
સરટીમાં જે મુશ્કેલી ઉભી થઈ રહી છે તેની પાછળ શું કૌભાંડ જવાબદાર છે ? મડદાંને શ્વાન ચુથી રહ્યા છે, આ પ્રકારની ઘોર બેદરકારી અને અવ્યવસ્થાની પાછળ જો કોઈ કારણભૂત હોય તો ઓછો સ્ટાફ છે અને ઓછા સ્ટાફ હોવા પાછળ કૌભાંડ પણ શું કૌભાંડ જવાબદાર છે? એકતરફ ગરીબ માણસોને દવા નથી મળતી તો દવાઓમાં પણ શું કૌભાંડ જવાબદાર છેે? લોકોને દવા સાથે દારૂની મહેફિલ માણવામાં આવે છે અને આ કૌભાંડનો પર્દાફાશ થવો જરૂરી છે. હોસ્પીટલના વહીવટી દ્વારા શા માટે વર્ષોથી પેધી ગયેલા કોન્ટ્રાક્ટરોની એકની એક એજન્સીને કામ આપવામાં આવે છે?
4 ગાર્ડને કાઢી નાખવામી સૂચના છતા કોની રહેમથી આજ સુધી નોકરી કરી રહ્યા છે ?
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સુપ્રીન્ટેન્ડેન્ટ તપાસ માટે જાય અને ચાર ગાર્ડને કાઢી નાખવાની સૂચના આપે છતા એ જ સિક્યોરિટી ગાર્ડ આજ સુધી નોકરી કરી રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું સુપ્રીન્ટેન્ડેન્ટને પણ ગાંઠવામાં આવતા નથી. આ કૌભાંડની તપાસ સ્થાનિક લેવલેથી નહીં પરંતુ ઉચ્ચ કક્ષાએથી થશે તો જ સત્ય હકીકત સામે આવશે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો