ભાવનગરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલી સરકારી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલ બની શોભાના ગાંઠિયા સમાન, ઉદ્દઘાટનના વાંકે ખાઈ રહી છે ધૂળ- જુઓ Video

Bhavnagar: ભાવનગરમાં 200 કરોડોના ખર્ચે તૈયાર થયેલી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલ સ્ટાફની ઘટ અને ઉદ્દઘાટનના વાંકે ધૂળ ખાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના ગામમાં જ મલ્ટી સ્પેશ્યિલિસ્ટ હોસ્પિટલમાં દર્દીઓ તો છે પરંતુ ના તો તબીબ છે ના તો અન્ય કોઈ સ્ટાફ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 8:31 PM

Bhavnagar: ભાવનગરમાં સરકારના કરોડો રૂપિયાનું આંધણ કેવી રીતે થાય તે આપને જણાવીએ. ભાવનગરમાં સર ટી હોસ્પિટલના પરિસરમાં જ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. 200 કરોડના ખર્ચે હાલ આ હોસ્પિટલ સંપૂર્ણ બનીને તૈયાર પણ છે પરંતુ તે ઉદ્દઘાટન અને સ્ટાફની ઘટના કારણે ધૂળ ખાઈ રહી છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં AC પણ ફીટ થઈ ગયા છે. પરંતુ મેઈન ગેઈટ પર તોતિંગ તાળુ લટકી રહ્યુ છે.

સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બની શોભાના ગાંઠિયા સમાન

ભાવનગર શહેર અને આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો સરટી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. આ લોકોને ધ્યાનમાં રાખીને જ સુપર સ્પેશ્યિાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર પણ છે પરંતુ દર્દીઓ અમદાવાદ રાજકોટમાં સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં લાભ લેવા લોકાર્પણ નથી કરવામાં આવી રહ્યું.

આ પણ વાંચો: Gujarat Video: ભાવનગરમાં શહેરના પોલીસ સ્ટેશન નજીક ચાલતા જુગારધામને LCB એ દરોડો પાડી ઝડપ્યુ, સ્થાનિક પોલીસ સામે સવાલો

ક્યારે કાર્યરત થશે હોસ્પિટલ ?

જે દર્દીઓ માટે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી એ જ દર્દીઓને ત્યાં માત્ર ઉદ્દઘાટનના વાંકે સારવાર નથી મળી રહી. MRI મશીનથી લઈને તમામ અત્યાધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ છે અનેદ તમામ પ્રકારના ટેસ્ટ નજીવા દરે કરવાના દાવા પણ કરાયા હતા પરંતુ એ તો ત્યારે થશે જ્યારે હોસ્પિટલ કાર્યરત થશે ત્યારે જોવુ રહ્યુ હોસ્પિટલમાં ક્યારે તબીબોની ઘટ પૂરાશે અને હોસ્પિટલ કાર્યરત થશે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">