AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavanagr : શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ આનંદિત, ખેડૂતોને આવ્યો રોવાનો વારો

આ વર્ષે શાકભાજીનું (Vegetable crop) ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી.

Bhavanagr : શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ આનંદિત, ખેડૂતોને આવ્યો રોવાનો વારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 1:09 PM
Share

શાકભાજીનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને શાકભાજીના ભાવ ગગડતાં રોવાનો વારો આવ્યો છે. હાલમાં શાકભાજીના ભાવ ગગડી ગયા છે. ત્યારે ગૃહિણીઓ તો ઘણી આનંદિત છે કારણ કે વિવિધ પ્રકારના શાકભાજી ગૃહિણીઓને સાવ સસ્તા ભાવે મળી રહ્યા છે.  જો કે એકની ખુશી બીજા માટે દુખનું કારણ બની છે. શાકભાજીનો પાક ઉગાડનારા ખેડૂતો શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખૂબ નિરાશ થયા છે. આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી. ખેડૂતોનું કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે તેમને ભાડાના પૈસા પણ નથી નીકળતા.

યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશ

શિયાળા મોંઘા ભાવે બિયારણ લાવી કરેલા વાવેતર બાદ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો પરેશાન બન્યા છે. ત્યારે ભાવનગરના ખેડૂતો યાર્ડમાં મફતના ભાવે શાકભાજી વેચી રહ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને મહામૂલો પાક બજારમાં મફતના ભાવે વેચવો પડી રહ્યો છે. યાર્ડમાં શાકભાજીના વેચાણભાવની વાત કરીએ તો, 20 કિલો ટામેટાના 80થી 120 રૂપિયા, ગુવારના 20 કીલોના 100થી 180 રૂપિયા, કોબીના 90થી 170 રૂપિયા મળી રહ્યા છે તો મરચાં, કોથમીરના ભાવ સાવ ઓછા મળી રહ્યા છે પરિણામે ખેડૂતો નિરાશ છે અને તેમની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે.

આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી. ખેડૂતો સાથે વેપારીઓનો માલ પણ બિલકુલ વેચાતો નથી. જયારે સસ્તી શાકભાજી મળતા ગૃહિણીઓને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે.

યાર્ડમાં આ રીતે મળી રહ્યા છે ભાવ

  • ટામેટાના 20 કિલોના ભાવ 80થી 120 રૂ.
  • ગવારના 20 કિલોના ભાવ 100થી 180 રૂ.
  • કોબીજના 20 કિલોના ભાવ 90થી 170 રૂ.
  • રીંગણાના 20 કિલોના ભાવ 80થી 250 રૂ.
  • વટાણાના 20 કિલોના ભાવ 200થી 400 રૂ.
  • મરચાના 20 કિલોના ભાવ 150થી 240 રૂ.
  • બટાકાના 20 કિલોના ભાવ 200થી 280 રૂ.
  • ગાજરના 20 કિલોના ભાવ 160થી 200 રૂ.
  • કોથમીરના 20 કિલોના ભાવ 200થી 300 રૂ.
  • મેથીના 20 કિલોના ભાવ 150થી 250 રૂ

ભાવ સિઝનમાં સૌથી તળિયે જતાં ખેડૂતોની કફોડી હાલત

શાકભાજીના ભાવ સિઝનમાં સૌથી તળિયે જતાં ખેડૂતોની કફોડી હાલત થઇ છે. ખેડૂતોને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બન્યો છે, થોડા સમય પહેલા રાજકોટ માર્કેટમાં ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચી રહ્યાં હતા. માત્ર એક મહિનામાં જ શાકભાજીના ભાવ અડધા થઇ ગયા છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો એક મહિના પહેલા જે ટામેટા પ્રતિકિલો 15 રૂપિયે વેચાતા હતા તેના ભાવ ઘટીને પાંચ રૂપિયા થઇ ગયા છે. તો કોબી 10 થી ઘટી 2 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જ્યારે દૂધી 3, રીંગણ 3, ભીંડા 10, ફ્લાવર 2, વાલ 15, ચોળી 15, મરચાં 10, વટાણા 10 અને કાકડી 5 રૂપિયે કિલોએ વેચાઇ રહી છે. જેને લઇ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">