Bhavanagr: ભાવનગરથી અમદાવાદ અને હરિદ્વારને જોડતી એક્સપ્રેસ ટ્રેનનું સાંસદ ભારતી બેન શિયાળે કરાવ્યું પ્રસ્થાન
રેલવે બોર્ડના આદેશ મુજબ 22 ઓક્ટોબર, 2022થી ભાવનગર-સાબરમતી વચ્ચે દરરોજ એક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવામાં આવશે. રેલ્વે મંત્રાલયે ટ્રેન નંબર 20966/20965 ભાવનગર-સાબરમતી-ભાવનગર ડેઈલી સુપરફાસ્ટ ઈન્ટરસિટીને સાબરમતી સ્ટેશન પર ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-હરિદ્વાર-યોગનગરી ૠષિકેશ-અમદાવાદ (દૈનિક ટ્રેન) સાથે જોડવાનો નિર્ણય લીધો છે.

ભાવનગરવાસીઓ (Bhavnagar) છેલ્લા કેટલાય સમયથી ટ્રેનના લોકાર્પણ ની રાહ જોઈ રહ્યા તે આતુરતાનો અંત આવ્યો હતો. ભાવનગરવાસીઓને અમદાવાદ સાથે જોડતી ટ્રેન સેવાની આજથી ભેટ મળી છે અને ભાવનગર અમદાવાદને જોડતી સાબરમતી એક્સપ્રેસ ઇન્ટરસિટી (Sabarmati Express Intercity ) સાંસદ ભારતીબેન શિયાળે લોકાર્પણ કર્યું હતું. સાંસદ ભારતીબેન શિયાળે (Bharti ben shiyal) સાબરતમી ઇન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ હવે ભાવનગર વાસીઓને હરિદ્વાર જવા માટે પણ ટ્રેનની સુવિધા મળી રહેશે. આ લોકાર્પણ સમયે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ સહિત ગુજરાતના કેબિનેટ મંત્રી જિતુ વાઘાણી, (Jitu vaghani) ધારાસભ્ય વિભાવરીદવે અને મેયર કીર્તિ દાણીધારિયા ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરવાસીઓ માટે આનંદના સમાચાર
રેલવે બોર્ડના આદેશ મુજબ 22 ઓક્ટોબર, 2022થી ભાવનગર-સાબરમતી વચ્ચે દરરોજ એક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવામાં આવશે. રેલ્વે મંત્રાલયે ટ્રેન નંબર 20966/20965 ભાવનગર-સાબરમતી-ભાવનગર ડેઈલી સુપરફાસ્ટ ઈન્ટરસિટીને સાબરમતી સ્ટેશન પર ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-હરિદ્વાર-યોગનગરી ૠષિકેશ-અમદાવાદ (દૈનિક ટ્રેન) સાથે જોડવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09538/09537 ભાવનગર – સાબરમતી – ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી 22-10-2022 ના રોજ દોડશે. ત્યારબાદ, 23.10.2022 થી, ટ્રેન નંબર 20966/20965 ભાવનગર-સાબરમતી-ભાવનગર દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી તેના નિર્ધારિત સમયે દરરોજ દોડશે.
ટ્રેન નંબર 20966 ભાવનગર – સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી 23મી ઓક્ટોબર, 2022 (રવિવાર) થી દરરોજ સવારે 06.00 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને તે જ દિવસે સવારે 10.30 વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 20965 સાબરમતી – ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી 23મી ઓક્ટોબર, 2022થી દરરોજ 16.00 કલાકે સાબરમતી સ્ટેશનથી ઉપડશે અને તે જ દિવસે 20.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આમ વર્ષો બાદ ભાવનગરથી અમદાવાદની વાયા બોટાદ-ધોલેરા-અમદાવાદ ઈન્ટરીસીટી ટ્રેનની સુવિધા મળતા ભાવનગર વાસીઓ ખુશ થઈ ગયા હતા દિવાળીના તહેવાર અગાઉ જ આ સુવિધા મળી હતી તેથી નગરજનોએ