ભાવનગર : લગ્ન સિઝનમાં ભારે ઘરાકીનો માહોલ, જવેલર્સ, હોલ, વાડી, મંડપ ડેકોરેશન, ફૂલ બુકિંગના વેપારમાં તેજી

જેમાં સોના ચાંદીના ઘરેણાનો વેપાર કરતાં જવેલર્સ, કટલેરીની દુકાનો, સાડીઓની દુકાનોથી લઇને બૂટ ચપ્પલની દુકાનોમાં ભારે ગ્રાહકો જોવા મળી રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે ઘણા લાંબા ખરાબ સમય બાદ બજારમાં, વેપારમાં ખુબજ સારા દિવસો જોવા મળી રહ્યા છે.

ભાવનગર : લગ્ન સિઝનમાં ભારે ઘરાકીનો માહોલ, જવેલર્સ, હોલ, વાડી, મંડપ ડેકોરેશન, ફૂલ બુકિંગના વેપારમાં તેજી
Bhavnagar: Wedding season heavy home atmosphere, jewelers, halls, wadi, mandap decoration, flower booking business boom
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Nov 15, 2021 | 11:40 AM

કોરોનાના કપરા કાળમાંથી સમગ્ર ગુજરાત છેલ્લા દોઢ વર્ષથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ હાલમાં કોરોનાની ગતિ મંદ પડતા ગુજરાતના શહેરો અને લોકો પોતપોતાના રોજીંદા જીવનના કામકાજમાં ધીરેધીરે પાટે ચડી રહ્યાં છે. ગઈ દિવાળીની જો વાત કરવામાં આવે તો ગઈ દિવાળીનો તહેવાર ઘણા લાંબા સમય બાદ લોકોએ ઉજવણી કરી અને આ ઉજવણીની અસર તમામ નાના મોટા વેપારમાં દેખાઇ રહી છે, ભાવનગરમાં દિવાળીમાં લોકોએ કપડાં, ઘરેણાંથી લઇને ઘર વખરી અને ફટાકડાં, મીઠાઈથી લઇને તમામ વસ્તુની મનભરીને ખરીદી કરી હતી. જેનો લાભ ભાવનગરના વેપારીઓને ખુબ મોટા પ્રમાણમાં મળ્યો છે, ત્યારે હવે દિવાળી જતા આવતી લગ્નસીઝન પણ ખુબ જ સારી હોવાથી ભાવનગરની બજારમાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

જેને લઈને દિવાળી પછી ભાવનગરની બજારમાં લગ્નની સિઝનની તેજી જોવા મળી રહી છે. ભાવનગરની બજારોમાં છેલ્લા ઘણા લાંબા સમય એટલે કે દોઢ પોણા બે વર્ષ પછી રોનક દેખાઈ રહી છે. ભાવનગરમાં કોરોનાને કારણે સૂમસામ બજારોમાં હાલમાં ભારે ઘરાકી દેખાઈ રહી છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા મોટા પ્રમાણમાં વેક્સિનેશનના લીધે ગુજરાતમાં કોરોના મંદ થતો દેખાઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં આ વરસે દિવાળીએ વેપારીઓને ખુબજ સારી કમાણી આપીને ગઈ છે. આ ગઈ દિવાળીમાં સોનાચાંદીના વેપારીઓથી લઇને નાનામાં નાના વેપારીઓને ખુબજ ઘરાકી નીકળતા સારી કમાણી થવા પામી હતી.

ત્યારે હવે દિવાળી બાદ હાલમાં લગ્નની સીઝન પણ ખુબજ સારી નીકળતા ભાવનગરની બજારોમાં ફરી રોનક ઉભી થવા પામેલ છે. ભાવનગરમા કોરોનાને લઇને છેલ્લા દોઢ પોણા બે વર્ષથી લગ્નો બિલકુલ બંધ હતા, જેને લઇને હાલમાં લગ્નોના મુહૂર્ત પણ આવતા પાંચમાં મહિના સુધી સારા નીકળતા લગ્નની સીઝન પણ લાંબી નીકળવા પામેલ છે. અને જેને લઇને આવતા બારમા મહિનામાં પણ મોટા પ્રમાણમાં લગ્નો હોવાને લઈને ખુબજ મોટો પ્રમાણમાં ખાસ કરીને ગામડાના લોકો સારા પ્રમાણમાં લગ્નની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જેમાં સોના ચાંદીના ઘરેણાનો વેપાર કરતાં જવેલર્સ, કટલેરીની દુકાનો, સાડીઓની દુકાનોથી લઇને બૂટ ચપ્પલની દુકાનોમાં ભારે ગ્રાહકો જોવા મળી રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે ઘણા લાંબા ખરાબ સમય બાદ બજારમાં, વેપારમાં ખુબજ સારા દિવસો જોવા મળી રહ્યા છે. ભાવનગરમા કોરોનાની અસર વેપારીઓની સાથે લગ્નના વ્યવસાય સાથે જોડાયેલા, હોલ, વાડી, મંડપ, લાઈટ ડેકોરેશનથી લાઈન ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતા તમામ વેપારીઓ પર અસર થવા પામી છે. પરંતુ હાલમાં લગ્ન સીઝનની શરૂઆત ખુબજ સારા પ્રમાણમાં થતાં હાલમાં વાડી, હોલ, મંડપ, કેટ્રેસ સહિત તમામ વેપારીઓને ખુબજ સારા પ્રમાણમાં બુકિંગ મળવા પામેલ છે. આવનારી તમામ લગ્ન સીઝનમાં ખુબજ સારું બુકિંગ મળી રહેવાની શક્યતાઓ આ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ સેવી રહ્યા છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">