જયારે અંકલેશ્વર GIDC પોલીસને ફોન ઉપર કોઈએ કહ્યું… તમે જે બાળકને શોધી રહ્યા છો તે મારી પાસે છે!!! જાણો પછી શું થયું ?

બીજા દિવસે બપોરે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર એન કરમટીયાનો ફોન રણક્યો હતો. આ ફોન ભરૂચ રેલવે સ્ટેશનથી કરવામાં આવ્યો હતો.

જયારે અંકલેશ્વર GIDC પોલીસને ફોન ઉપર કોઈએ કહ્યું... તમે જે બાળકને શોધી રહ્યા છો તે મારી પાસે છે!!! જાણો પછી શું થયું ?
The next day the missing child was found from railway station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 1:53 PM

અંકલેશ્વર(Ankleshwar)માં ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારી રહસ્યમય સંજોગોમાં લાપતા બની હતી. આ બાળકીને જીઆઇડીસી પોલીસે એડી ચોટીનું જોર લગાવી શોધવા પ્રયત્ન કર્યા પણ તેનો ક્યાંય પત્તો મળ્યો ન હતો મામલે Habeas Corpus Petition કરવામાં આવતા હવે તપાસ CBI કરી રહી છે. હજુ તો આ ઘટનામાં બાળકીઓનો પત્તો કે તેની કોઈ ભાળ મળે તે પૂર્વે વધુ એક ૭ વર્ષનું બાળક જીઆઇડીસીમાંથી લાપતા બનતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. લાકડાના વેપારી અબ્દુલગની ખાનનો 7 વર્ષીય પુત્ર ફહીમ ઘરમાં રમતો હતો જે ક્યાંય નજરે ન પડતા પિતા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

અગાઉ લાપતા બનેલી એક બાળકી હજુ મળી આવી નથી

ઘરેથી લાપતા બનેલા બાળકની ચારેકોર શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પત્તો ન મળતા પોલીસને જાણ કરાઈ હતી. અગાઉ જીઆઇડીસીમાં નવ વર્ષની બાળકીના લાપતા બનવાના કિસ્સાઓમાં નિષ્ફળતાના કારણે સીબીઆઈ તપાસ સુધી પહોંચેલા મામલામાં હજુ તો કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી ત્યાં વધુ એક બાળક લાપતા બનતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન , એસટી ડેપો અને રીક્ષા સ્ટેન્ડ તપાસ કરવા છતાં બાળક ન મળી આવતા માહોલ ચિંતાજનક બન્યો હતો. પોલીસે રાત્રી દરમ્યાન પણ બાળક માટે સર્ચ ચાલુ રાખી બાળકની તસ્વીર સાથેના ગ્રાફિક્સ બનાવી વાઇરલ કર્યા હતા પણ રાતે પણ બાળકની કોઈ ભાળ મળી ન હતી.

બીજા દિવસે પોલીસ ઇન્સ્પેકટર આર એન કરમટીયાનો ફોન રણક્યો

બીજા દિવસે બપોરે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર એન કરમટીયાનો ફોન રણક્યો હતો. આ ફોન ભરૂચ રેલવે સ્ટેશનના એક રેંકડીવાળાનો હતો. આ વ્યક્તિએ શાંત શબ્દોમાં પોતાની ઓળખ આપી પીઆઇ ને કહ્યું હતું કે તમારા ફોન નંબર સાથે બાળક લાપતા બન્યું હોવાનું ગ્રાફિકસ વાઇરલ થયું છે. આ ઈમેજમાં નજરે પડતું બાળક કે તમે જેને શોધી રહ્યાં છો તે મારી પાસે છે. આ બાળક મને એકલું મળી આવ્યું છે. માહિતી સાથે જ એક ટીમ ભરૂચ રેલવે સ્ટેશન રવાના કરાઈ હતી. રેંકડીવાળા પાસેથી બાળક હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ank missing

બાળક ભરૂચ કઈ રીતે પહોંચ્યું?

લગભગ 16 થી 18 કલાક અને એક રાત લાપતા રહેલા બાળકની પૂછપરછ કરવામાં આવતા મામલે અપહરણ જેવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યું હતું. બાળક માતાને મળવાની ઘેલછામાં ઘરેથી નીકળી રેલવે સ્ટેશન પહોંચી ગયું હતું. ૭ વર્ષના બાળકે ખિસ્સામાં એક પણ પૈસા વગર અંકલેશ્વરથી ભરૂચ રેલવે સ્ટેશન સુધીનો સફર કઈ રીતે ખેડ્યો અને એક રાત સહિતના આ સમયગાળામાં તે ક્યાં ક્યાં ફર્યો અને શું કર્યું તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આ બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું છે.

આ માહિતીથી હાશકારો મળ્યો

ઘટનાના મૂળ સુધી જઈએ તો અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના વેપાર સાથે સંકળાયેલા અબ્દુલ ગની ખાન મૂળ ઉત્તરપ્રદેશના છે વેપાર માટે તેઓ અંકલેશ્વર આવીને વસ્યા છે. અબ્દુલ ગની ખાનની પત્ની વતન ઉત્તર પ્રદેશ ખાતે ગઈ છે. જરુરી કામ હોવાથી મહિલા પોતાના પુત્રને પતિ પાસે મૂકીને ગઈ હતી. માતા વગર સાત વર્ષીય પુત્ર ફહીમનું અંકલેશ્વરમાં મન લાગતું હતું. ફહીમ પિતા પાસે માતાને મળવાની સતત જીદ કરવા લાગ્યો હતો. પિતા બે-ત્રણ વખત આશ્વાસન આપી પોતાના કામે લાગી ગયા હતા. હવે ફહીમની ધીરજ ખૂટવા માંડી હતી. ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર બાળક સેંકડો કિલોમીટર દૂર માતાને મળવા નીકળી ગયો હતો. ફહીમના ઘરેથી નીકળવાના એકાદ-બે કલાક બાદ બાળક ઘરમાં ન હોવાનું પિતા ધ્યાન ઉપર આવતા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરાઈ હતી પણ બાળકનો ક્યાંય પત્તો મળ્યો ન હતો.પોલીસને જાણ કરાતા જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન, સામાજિક સંસ્થાઓ , રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિતના વિસ્તારમાં બાળકનું વર્ણન મોકલી મદદ માંગવામાં આવી હતી. જેમાં આખરે સફળતા મળી હતી.

લાપતા બાળકને શોધી કાઢવાની કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર આર.એન.કરમટીયા સાથે પોલીસકર્મીઓ સુકાભાઈ , જિજ્ઞેશભાઈ , વિજયભાઈ , અમરસિંહ , જિજ્ઞેશભાઈ , નિમેષભાઈ , લલિતકુમાર , સુમિતભાઈ , દિપકકુમાર એ જહેમત ઉઠાવી હતી.

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">