AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત અને તસ્કરોએ જગન્નાથના મંદિરમાં હાથફેરો કર્યો, દાનપેટી તોડી તસ્કરોએ કરી ચોરી

આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. પોલીસ વિભાગ દ્વારા શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ફ્લેગ માર્ચ સહિતના આયોજન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત અને તસ્કરોએ જગન્નાથના મંદિરમાં હાથફેરો કર્યો, દાનપેટી તોડી તસ્કરોએ કરી ચોરી
Theft at Jagannath temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 9:56 AM
Share

આજે રથયાત્રા(Rathyatra)ના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન બહેન સુભદ્રા તથા મોટા ભાઈ બળભદ્ર સાથે અમીનજર વરસાવતા શહેરના માર્ગો પરથી પસાર થાય છે ત્યારે સૌ જય રણછોડ, માખણ ચોરના નાદથી ભગવાનને વધાવે છે. સતત બે વર્ષના વિરહ બાદ આ રીતે જગતના નાથ ભક્તજનોને સામેથી દર્શન આપવા નીકળી રહ્યા છે. રથયાત્રાની તૈયારીઓ વચ્ચે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથ મદિરમાં મૂકેલી દાન પેટીને તોડી રથયાત્રાના આગલા દિવસે તોડી તસ્કરે પોલીસને દોડતી કરી હતી તો ઘટનાથી શ્રદ્ધાળુઓમાં નિરાશા છવાઈ હતી.

રથયાત્રાના એક દિવસ અગાઉ ચોરી થઇ

આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. પોલીસ વિભાગ દ્વારા શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ફ્લેગ માર્ચ સહિતના આયોજન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભગવાન જગન્નાથના મહાપર્વ સમયે તસ્કરોએ  ભગવાનના મંદિરને નિશાન બનાવ્યું હતું. મંદિરમાં ચોરીનો બનાવો સામે  આવ્યો છે. ભરૂચ શહેરમાં આવેલી આશ્રય સોસાયટીના પાછળના ભાગે આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં એક તરફ ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓમાં  હત્યા ત્યારે  તસ્કરોએ ત્રાટકીને મંદિરના ઉપરના ભાગમાં રહેલી દાન પેટીનું તાળું તોડીને એક વર્ષથી ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા અંદાજીત 20થી 25 હજાર રૂપિયાની ચોરી કરીને  પલાયન થઈ ગયા હતા.

રથયાત્રાના એક દિવસ અગાઉ બનેલી ઘટનાની વહેલી સવારે મંદિરમાં થયેલી ચોરી જાણ થતાં જ મંદિરના ટ્રસ્ટીઓ અને એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે રથયાત્રા પૂર્વે મંદિરમાં થયેલી ચોરીની ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં નિરાશાની લાગણી પણ જોવા મળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કેજગન્નાથ મંદિરમાં આ ત્રીજી વખતે મંદિરમાં રહેલી દાન પેટીમાં ચોરી થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. એ ડીવીઝન પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચોરી કરનારા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો વિધિવત શુભારંભ કર્યો

જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">