AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવદિવાળીએ હજારો લોકોએ ભાદરવા દેવ અને શુકલતીર્થનો મેળો મહાલ્યો, પૂનમે નર્મદા સ્નાનું વિશેષ મહત્વ

ભરૂચના શુકલતીર્થ મેળામાં સોમવારે ચોથા દિવસે મનોરંજનની ચકડોળો માટે ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી થતા ફરતી થઈ છે. સંચાલકને આર્થિક નુકસાનીમાંથી ઉગારવા તંત્ર દ્વારા મેળાની મુદ્દત એક દિવસ માટે વધારી દેવામાં આવી છે. સંચાલકોમાં આ નિર્ણયથી રાહત દેખાઈ છે તો ચકડોળોની મજા માણવા મળવાથી લોકો પણ આંનદીત થઈ ઉઠ્યા છે.

દેવદિવાળીએ હજારો લોકોએ ભાદરવા દેવ અને શુકલતીર્થનો મેળો મહાલ્યો, પૂનમે નર્મદા સ્નાનું વિશેષ મહત્વ
ભાતીગળ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 8:45 AM
Share

ભરૂચના શુકલર્તીથ અને નર્મદા જિલ્લાના ભાદરવા દેવ ગામે સૈકાઓથી કારતક સુદ પૂનમ દેવ દિવાળીએ ભરાતા ભાતીગળ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ  ઉમટી પડ્યા હતા. ભાતીગળ મેળામાં મનોરંજન, ખાણીપીણી, ખરીદી અને પુણ્ય સલિલા નર્મદાના પવિત્ર સ્નાનનો લ્હાવો લઈ ધાર્મિક અવસરની ધન્યતા માણી હતી. વહેલી સવારથી મોડી રાત સુધી લોકોની ભારે ભાતીગળ મેળામાં ચહલપહલ વચ્ચે માનવમહેરામણે મનમૂકીને મેળાને મહાલ્યો હતો.  દેવ દિવાળી શુકલર્તીથના ભાતીગળ મેળાનો મુખ્ય દિવસ હોય ભરૂચ જિલ્લા સહિ‌ત રાજય ભરમાંથી બે લાખથી વધુ શ્રધ્ધાળુઓઅને  યાત્રીકો યાત્રા અને મેળાનો આનંદ માણવા તીર્થસ્થાન  શુકલર્તીથ ખાતે ઉમટી પડ્યા હતા. ગામમાં જાણે માનવમહેરામણ છલકાઇ ઉઠયું હતું. રાત્રે રેતાળ નદીના પટમાં ભવ્ય આતશબાજી કરી દેવ દિવાળીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

ભાતીગળ મેળામાં નદી કાંઠે રેતીમાં નંખાયેલા 200 થી વધુ તંબુઓમાં સહપરિવાર મિત્રમંડળો, સગાસંબધીઓ સાથે લોકોએ પ્રકતિના ખોળે રહી કુદરતી વાતાવરણમાં દેવ દિવાળી, પવિત્ર યાત્રા અને મેળાની મઝા માણે છે. 600 થી વધુ ખાણીપીણી, રમકડાં, અવનવી ચીજવસ્તુઓ સહિ‌તના સ્ટોલ તેમજ મનોરંજન માટે ચોકડોળ આકર્ષણનું કેન્દ્ર બને છે. ગ્રામ્ય અને શહેરી રહેણીકરણી અને પોષાક તેમજ ચીજવસ્તુઓનું વેચાણ જોવા મળતું હતું.

નર્મદા ડેમના ડાઉન સ્ટ્રિમમાં યોજાતા ભાતીગળ મેળામાં ઝઘડિયા નજીક નદીનું જળસ્તર ઓછું હોવાથી મઢી ઘાટથી બોટમાં બેસી શુકલતીર્થ જતાં શ્રદ્ધાળુઓને એક કિમી રેતીમાં ચાલવાની ફરજ પડી રહી છે. હાલાકી છતાં પણ શુકલતીર્થ જતાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મઢી ખાતે બેટમાં બેસી શુકલતીર્થ જવા માગતા શ્રદ્ધાળુઓની લાંબી લાઇન લાગી હતી. તંત્રએ લાઈફ જેકેટ અને તરવૈયાઓની પૂરતી વ્યવસ્થાની ખાતરી બાદજ બોટ રવાના કરવા દેવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

ચાર દિવસ સુધી ચકડોળો શરૂ કરવા દેવાઈ ન હતી

ભરૂચના શુકલતીર્થ મેળામાં સોમવારે ચોથા દિવસે મનોરંજનની ચકડોળો માટે ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી થતા ફરતી થઈ છે. સંચાલકને આર્થિક નુકસાનીમાંથી ઉગારવા તંત્ર દ્વારા મેળાની મુદ્દત એક દિવસ માટે વધારી દેવામાં આવી છે. સંચાલકોમાં આ નિર્ણયથી રાહત દેખાઈ છે તો ચકડોળોની મજા માણવા મળવાથી લોકો પણ આંનદીત થઈ ઉઠ્યા છે. મોરબી દુર્ઘટના બાદ સફળ જાગેલા અને વધુ પડતા સતર્ક બનેલા તંત્રએ ફ્ટિનેસ સર્ટિફિકેટ વગર ચકડોળ શરૂ કરવા મનાઈ ફરમાવી હતી તો ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારીના ભયમાં મામલો શટલકોકની જેમ ફંગોળાતો રહ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">