True Story : એકબાજુ પ્રેમ અનેબીજી તરફ પ્રેમિકા, વચ્ચે આવી ગયો પતિ, જીવને પામવા જીવની હત્યા બાદ પણ નસીબે આપી દીધો ધોકો…

પસ્તાવા અને ભયના કારણે ધના ભગત અને વિનુ વાળંદે ઝેરી દવા ગટગટાવી હતી. બેન્નેને સરવર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વિનુનું મોત નીપજ્યું હતું જયારે ધના ભગત બચી ગયા હતા

True Story : એકબાજુ પ્રેમ અનેબીજી તરફ પ્રેમિકા, વચ્ચે આવી ગયો પતિ, જીવને પામવા જીવની હત્યા બાદ પણ નસીબે આપી દીધો ધોકો...
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 2:04 PM

ભરૂચ(Bharuch)ના નબીપુર નજીક પ્રેમિકાના પતિની હત્યાના મામલામાં કોર્ટે આરોપી પ્રેમીને આજીવન કારાવાસની સખત સજા ફટકારવાનો હુકમ કર્યો છે. ધાર્મિક પ્રવૃત્તિ અને ભજન મંડળની પ્રવૃત્તિના નામે બે બાળકોના પિતાને કોલ્ડ્રીંકમાં ભેળવી ઊંઘની દવાઓ ખવડાવી હતી. ધાર્મિક કામે વડોદરા જવાના બહાને કારમાં લઈ જઈ રસ્તામાં ગળે ટૂંપો લઈ હત્યાનો પ્રયાસ કરાયો હતો પરંતુ સફળ ન રહેતા પત્નીના પ્રેમી અને તેના સાગરીતે ચપ્પુના 18 ઘા ઝીકી કરપીણ હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. આ ગુનામાં ભરૂચ કોર્ટે પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે. મામલામાં હત્યાના કાવતરામાં સામેલ પત્ની જમીન મળ્યા બાદ ફરાર છે જયારે અન્ય એક સાગીરીતે ગુનો આચાર્યા બાદ આત્મહત્યા કરી નાખી હતી.

મુકેશભાઈ ગંગદાસ વસોયા સુરતમાં પત્ની સુમિતા અને બે બાળકો ક્રિમીશા અને કાના સાથે રહેતા હતાં. ધાર્મિક સ્વભાવના હોવાના કારણે મુકેશભાઈ સ્થાનિક ધનસુખભાઈ ઉર્ફે ધના ભગતના સંપર્કમાં આવ્યા હતા. ધનાભગત એક ભજન મંડળી ચલાવતાં હતાં. મુકેશભાઈ આ ધન ભગતની ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા હતા. ધનાભગતની મુકેશ વસોયાના ઘરમાં અવર – જ્વર વધી હતી સાથે તેની મુકેશભાઈની પત્ની સુમિતા સાથે આખો મળી ગઈ હતી. પતિને શંકા જતા તેણે સુમિતાને ઠપકો આપ્યો હતો. આ વાત સુમિતાને પસંદ ન આવતા તેણે ભગતને પતિનો કાંટો રસ્તામાંથી કાઢી નાખવા કહ્યું હતું. આ કામ માટે ધના ભગતે પોતાના એક સાગરીત વિનુભાઈ વાળંદને તૈયાર કરી તા .૦૫ ૦૯ ૨૦૧૯ ના રોજકાવતરાને અંજામ આપવાનું નકકી કર્યું હતું.

કાવતરાના ભાગરૂપે સુમિતાએ ધન ભગતે લાવી આપેલી ઊંઘની દવા કોર્ડીકસમાં ભેળવી પતિને પીવડાવી દીધી હતી. આ બાદ ભજન મંડળીનો ફાળો ઉધરાવવા વડોદરા બાજુ જવાનું છે તેમ કહી આરોપીઓ ધનાભગત તેમજ તેનો સાગરીત મરણજનાર મુકેશભાઈને લઈને કારમાં નીકળી ગયા હતા. કારમાં મુકેશભાઈને દવાની અસરથી ઊંઘ આવી ગઈ હતી. આ દરમ્યાન નબીપુર આવતાં ધનાભગત અને વિનુ વાળંદએ મુકેશને પાછળથી ટુપો દઈ મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મુકેશ બચી જતા છરા વડે ઉપરા – છાપરી 18 જેટલા ઘા મુકેશની છાતીમાં મારી તેનું ખુન કરી લાશને રોડની બાજુના કાસમાં નાખી ફરાર થઇ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ બાદ પસ્તાવા અને ભયના કારણે ધના ભગત અને વિનુ વાળંદે ઝેરી દવા ગટગટાવી હતી. બેન્નેને સરવર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વિનુનું મોત નીપજ્યું હતું જયારે ધના ભગત બચી ગયા હતા જેમની પાસેથી મળેલી એક ડાયરીમાં ગુનાની કબૂલાત જણાઈ હતી. પોલીસે સારવાર બાદ ધના ભગત અને તેની પ્રેમિકા સુમિતાની ધરપકડ કરી હતી. સુમીતા આ સમયે ગર્ભવતી હોવાથી તેણે જેલમાં બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને જામીન ઉપર મુકત કરવામાં આવી હતી જે ફરાર થઈ ગઈ હતી . ભરૂચના એડીશનલ એન્ટ ડી . સે . જજ જી.ડી.યાદવની કોર્ટ સમક્ષ કેસ ચાલતા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ધનાભગત વિરૂધ્ધનો ખુનનો ગુનો સાબિત થતા કેસના આરોપી ધના ભગત ઉર્ફે ધનસુખભાઈ ગોબરભાઈ ને ઈ.પી.કો કલમ ૩૦૨ તેમજ ૧૨૦ – બી મુજબના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કારાવાસની સખત સજા તેમજ ઈ.પી.કોડની કલમ – 201 હેઠળ સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. ફરીયાદ પક્ષ તરફે સરકારી વકીલ પરેશ બી. પંડયાએ દલીલો કરી હતી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">