પહેલા અહંકારમાં પોલીસને ગાળો ભાંડી અને હવે ઘૂંટણિયે પડી માંફી માંગી રહ્યો છે… જાણો ફેમસ બનવાના ચક્કરમાં લોકઅપમાં પહોંચેલા યુવાનની કહાની

|

May 18, 2022 | 2:22 PM

સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી પી ઉનડકટે જણાવ્યું હતું કે ધ્રુવ પટેલ એક બુટલેગર છે જે તાજેતરના બે થી ત્રણ ગુનાઓમાં વોન્ટેડ પણ છે.

પહેલા અહંકારમાં પોલીસને ગાળો ભાંડી અને હવે ઘૂંટણિયે પડી માંફી માંગી રહ્યો છે... જાણો ફેમસ બનવાના ચક્કરમાં લોકઅપમાં પહોંચેલા યુવાનની કહાની
પોલીસ દ્વારા ધ્રુવ પટેલની ધરપકડ કરવામાં આવી

Follow us on

ભરૂચ(Bharuch)માં પોલીસને ગાળો ભાંડતો શોર્ટ વિડીયો બનાવવો એક બુટલેગરને ભારે પડ્યો છે. લક્ઝુરિયસ કારમાં પોલીસને અપશબ્દો બોલતો વિડીયો બનાવી અહંકાર સાથે મૂછમાં મલકાતાં શક્શને ભરૂચ પોલીસે(Bharuch Police) ઘૂંટણિયે બેસાડી બે હાથ જોડી માફી મંગાવી છે. ધ્રુવ પટેલ નામનો શક્શ વિડીયો વાઇરલ થતા ફરાર થઇ ગયો હતો જેની સૂરત ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ધ્રુવ ભરૂચમાં દારૂ ના વેપલાના બે બનાવોમાં વોન્ટેડ હોવાનું બહાર આવતા આ ગુનાઓમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી પી ઉનડકટે(C Division PI D. P. Unadkat) જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ વોન્ટેડ ગુનાઓ અને વાઇરલ વિડીયો બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ધ્રુવ પટેલ નામના શકશે તાજેતરમાં એક શોર્ટ વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. આ વીડિયોમાં લક્ઝુરિયસ કાર ડ્રાઇવ કરતા સમયે ધુવ અહંકાર સામે મલકાતો દેખાય છે જે પાછળ બેકગ્રાઉન્ડમાં પોલીસ વિશે અપશબ્દોના ઉચ્ચારણ સાથે મ્યુઝિક પ્લે થઇ રહ્યું છે. આ વિડીયો વાઇરલ થતા પોલીસે ધ્રુવની શોધખોળ શરૂ કરી હતી જે બાબતની તેને જાણ થઇ જતા તે ફરાર થઇ ગયો હતો. પોલીસે ઝાડેશ્વર અને ધ્રુવના પરિચિતોમાં તેની શોધખોળ શરૂ કરી હતી.

મંગળાવરે ધુવ સુરતમાં હોવાની ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી પી ઉનડકટને માહિતી મળતા ટીમ રવાના કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીમાં ધ્રુવ ઝડપાઇ ગયો હતો જેને ભરૂચ લાવવામાં આવ્યો હતો. અટકાયત બાદ પોલીસે આ શક્શને મેથીપાક ચખાડી તેના ઘમંડને ચકચૂર કર્યું હતું. પોલીસે એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં ઘૂંટણિયે બેસેલો ધ્રુવ પટેલ પોલીસ અધિકારીઓ સમક્ષ માફી માંગી રહ્યો છે. આ શકશે પોલીસને ફરી ક્યારેય આ પ્રકારની હરકત નહીં કરવાનું પણ વારંવાર વચન આપ્યું હતું.

સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી પી ઉનડકટે જણાવ્યું હતું કે ધ્રુવ પટેલ એક બુટલેગર છે જે તાજેતરના બે થી ત્રણ ગુનાઓમાં વોન્ટેડ પણ છે. દારુની બદી ફેલાવવાના તેના ઉપર કેસ નોંધાયેલા છે. પોલીસ માટે આપતિજનક વિડીયો બનાવવા ઉપરાંત દારૂના વોન્ટેડ કેસોમાં પણ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

Next Article