આજની ઇ-હરાજી : ભરુચના લીમડી ચોકમાં રહેણાંક મિલકત ખરીદવાની તક, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
ભરુચ: ગુજરાતના ભરુચના લીમડી ચોકમાં Debts Recovery Tribunal દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. લીમડી ચોકમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે રહેણાંક મકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેર કરવામાં આવ્યુ નથી.
આ પણ વાંચો- આજની ઇ-હરાજી : દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નવા વર્ષે ઓછી કિંમતમાં પ્લોટ ખરીદવાની તક,જાણો શું છે વિગત
તેની રિઝર્વ કિંમત 10,30,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,03,000 રુપિયા છે. બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે.અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 20 નવેમ્બર 2023 સોમવારે સાંજે 5 કલાકની છે. ઇ-હરાજીની તારીખ 21 નવેમ્બર 2023, મંગળવારે બપોરે 12.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની રાખવામાં આવી છે.